Home /News /sport /

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ: તે સુપરસ્ટાર જે દોડતા ન હતા પણ ઉડતા હતા, આવી રીતે વધાર્યું હતું દેશનું ગૌરવ

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ: તે સુપરસ્ટાર જે દોડતા ન હતા પણ ઉડતા હતા, આવી રીતે વધાર્યું હતું દેશનું ગૌરવ

News18 Creative

1960માં રોમમાં યોજાયેલ ઓલમ્પિક્સમાં પોતાના અનુભવ અને નવા રેકોર્ડ બનાવવાની સાથે મિલ્ખાએ 45.8 સેકન્ડની દોડ સાથે પોતાનો 400 મીટરનો નેશનલ રેકોર્ડને તોડી દીધો હતો.

દેશના ટોચના ખેલાડી અને દેશના પહેલા ટ્રેક એન્ડ ફિલ્ડ સુપરસ્ટાર મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાત્રે કોરોના સામે લાંબી જંગ લડ્યા બાદ અવસાન થયું છે. તેઓ 91 વર્ષ સુધી જીવંત રહ્યા પણ ફ્લાઇંગ શીખની મહાનતા અને વિરાસત હંમેશા જીવંત રહી યુવા રમતવીરોને પ્રેરિત કરતી રહેશે. મિલ્ખા સિંહ 20 નવેમ્બર, 1929માં ગોવિંદપુરા ખાતે શીખ પરીવારમાં જનમ્યા હતા. તેઓ દેશના ભાગલા બાદ અનાથ થઇ ગયા હતા. ભારતીય સેનામાં સેવા દરમિયાન તેમણે રમતજગતમાં ઇતિહાસ રચવાની શરૂઆત કરી હતી. ક્રોસ કન્ટ્રી રેસમાં છઠ્ઠા ક્રમે રહ્યા બાદ તેમને આગળની ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં લગભગ 400 સૈનિકો દોડ્યા હતા. આ તેમના પ્રભાવશાળી કરિયર માટે કિકસ્ટાર્ટ હતી.

આ પણ વાંચો- મિલ્ખા સિંહનાં નિધન પર બોલિવૂડ ગમગીન, SRK-પ્રિયંકા જેવાં સેલિબ્રિટીઝે જતાવ્યો શોક

એક ઉભરતી પ્રતિભા તરીકે મિલ્ખા સિંહે 1956માં મેલબર્નમાં 200 મીટર અને 400 મીટરમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો, પણ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જે તેમના યુવા કરિયર માટે સીખ સાથે અનુભવ હતો. જેમાં તેમણે પોતાની કિંમત જાણી હતી અને કરિયરને બદલી શક્યા હતા. મેલ્બર્નમાં 400 મીટર અને 4*400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ વિજેતા ચાર્લ્સ જેન્કિન્સથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું કે, તેઓ ટ્રેનિંગ કઇ રીતે કરી છે?તેમનું રૂટિન શું છે? જેન્કિન્સે મિલ્ખાને તમામ બાબતો સારી રીતે સમજાવી હતી.

News18 Creative


એશિયન ગેમ્સમાં બનાવ્યો હતો નેશનલ રેકોર્ડ
27 વર્ષીય મિલ્ખા લગભગ 2 વર્ષ સુધી પૂરા સમર્પણ સાથે જેન્કિન્સના રૂટિનને અમલમાં મુકતા રહ્યા હતા. તેમની મહેનત રંગ લાવી અને મિલ્ખાએ 1958માં એશિયન ગેમ્સમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. મિલ્ખા સિંહની 400 મીટરની દોડમાં ખૂબ સારી ફાવટ હતી. અહીં તેમણે 47 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિલ્વર મેડલ જીતનાર પાલ્બો સોમબ્લિંગોથી લગભગ 2 સેકન્ડનો ઓછો સમય લીધો હતો મિલ્ખા સિંહે.
મજબૂત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના અબ્દુલ ખાલિદને હરાવ્યા
તેમનો બીજો ગોલ્ડ મેડલ ખાસ હતો. 200 મીટરની દોડમાં મિલ્ખાએ મજબૂત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના અબ્દુલ ખાલિદને હરાવ્યા હતા. ખાલિદે ગેમ્સના નવા રેકોર્ડ સાથે 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખાલિદને એશિયાના સર્વશ્રેષ્ઠ દોડવીર માનવામાં આવતા હતા. પરંતુ મિલ્ખા ફૂલ તૈયારીમાં હતા. તેમણે માત્ર 21.6 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં નવો વિક્રમ સર્જ્યો હતો. ફિનિશિંગ લાઇન પર પગની માંશપેથીઓ ખેંચાતા તેઓ પડી ગયા હતા. તેઓ 0.1 સેકન્ડના અંતરથી જીત્યા હતા.

આ પણ વાંચો- DISHA PATANIએ એનીમલ પ્રિન્ટ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જોઇ લો એક નજર
કોમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ મિલ્ખાનું મનોબળ વધુ મજબૂત બની ગયું હતું. હવે વારો હતો કોમનવેલ્થ ગેમ્સનો. અહીં મિલ્ખાએ તે સ્થાન મેળવ્યું જે આજ સુધી ભારતીય એથલેટિક્સની દુનિયામાં સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. એશિયન ગેમ્સમાં તેમની સિદ્ધી જોરદાર હતી. કોમનવેલ્થ ગેમ્સ જેને તે સમયે એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી, તેમાં મિલ્ખાની પાસે વિશ્વના અમુક શ્રેષ્ઠ એથ્લિટ સામે પોતાને સાબિત કરવાનો અવસર હતો.

આ પણ વાંચો-  VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

ગોલ્ડમેડલ જીતવા પર નહોતો વિશ્વાસ
એક વાતચીતમાં મિલ્ખાએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ નહોતો કે, હું કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીશ. મને વિશ્વાસ એટલા માટે નહોતો કારણ કે હું વિશ્વ રેકોર્ડ ધરાવતા મેલકમ સ્પેન્સ સાથે દોડી રહ્યો હતો. તેઓ 400 મીટરના બેસ્ટ દોડવીરો હતા. મિલ્ખાના અમેરિકન કોચ ડોક્ટર ઓર્થર હાવર્ડે સ્પેન્સની રણનીતિ જાણી લીધી અને તેમણે જાણ્યું કે, તે છેલ્લે ઝડપથી દોડતો હતો. તેણે મિલ્ખાને આખી રેસમાં દમ લગાવીને દોડવાનું કહ્યું હતું. મિલ્ખાની આ ચાલ કામયાબ રહી અને 440 મીટરની દોડમાં શરૂઆતથી અંત સુધી મિલ્ખા આગળ રહ્યા. આ દરમિયાન તેમણે 46.6 સેકન્ડનો સમય લગાવ્યો અને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
52 વર્ષ સુધી રહ્યો મિલ્ખાનો આ રેકોર્ડ
મિલ્ખાએ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેંક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા હતા. તેમનો આ રેકોર્ડ 52 વર્ષ સુધી કાયમ રહ્યો. ડિસ્કસ થ્રોઅર કૃષ્ણા પૂનિયાએ 2010ના ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યાર બાદ વિકાસ ગૌડાએ 2014માં ગોલ્ડ મેળવ્યો.

આ પણ વાંચો-'બબીતા જી'ને સુપ્રીમ કોર્ટથી રાહત, મુનમુન દત્તા વિરદ્ધની તમામ FIR પર લગાવવામાં આવી રોક

રોમમાં તોડ્યો પોતાનો જ રેકોર્ડ
1960માં રોમમાં યોજાયેલ ઓલમ્પિક્સમાં પોતાના અનુભવ અને નવા રેકોર્ડ બનાવવાની સાથે મિલ્ખાએ 45.8 સેકન્ડની દોડ સાથે પોતાનો 400 મીટરનો નેશનલ રેકોર્ડને તોડી દીધો હતો. પરંતુ ફોટો-ફિનિશમાં તેઓ 0.1 સેકન્ડ માટે પોડિયમથી ચૂકી ગયા. વિશ્વ રેકોર્ડ બનાવવા જાણીતા બનેલા મિલ્ખા સિંહ હવે ગોલ્ડ મેડલ માટે પસંદગી બની ગયા હતા.

ઘણા દિવસો સુધી રડ્યા હતા સિંહ
પછીના વર્ષોમાં મિલ્ખા સિંહ રોમ ઓલ્પિક્સમાં 400 મીટરની ફાઇનલ દોડને પોતાના કરિયરમાં સૌથી દુખદ ક્ષણ ગણાવતા હતા. તેમણે કહ્યું કે, કારણ કે તે એક ફોટો ફિનિશ હતું, ઘોષણા રોકી દેવામાં આવી હતી. સસ્પેન્સ જબરદસ્ત હતું.. મને ખબર હતી કે મારે ત્રૂટી શું હતી. પાંચમી લાઇનમાં ઝડપથી દોડ્યા બાદ હું 250 મીટર પર ધીમો થઇ ગયો. તે બાદ હું બાકીના ગ્રાઉન્ડને કવર ન કરી શક્યો અને તેથી મારે રમતનો ભોગ આપવો પડ્યો. મારા માતા-પિતાના અવસાન બાદ આ મારી સૌથી ખરાદ યાદ છે. હું ઘણા દિવસો સુધી રડતો રહ્યો હતો.
રમતજગત છોડવાનો કર્યો વિચાર
પોતાની આ હાર બાદ મિલ્ખા સિંહ એટલા દુ:ખી થયા કે, તેમણે રમતજગત છોડવાનો વિચાર પણ કરી લીધો હતો. જોકે તેઓ બમણા જોશ સાથે પરત ફર્યા અને 1962માં એશિયન ગેમ્સમાં 2 મેડલ ફરી પોતાના નામે કર્યા હતા. તેમણે ઉભરતા સ્ટાર માખન સિંહને પછાડી દીધા, જેણે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં તેમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. મિલ્ખાએ કહ્યું કે, જો ટ્રેક પર મને કોઇથી સૌથી વધુ ડર લાગતો તો તે માખન સિંહ હતા. તે એક શાનદાર એથ્લેટ હતા. જે મારામાં પણ શ્રેષ્ઠતા લાવ્યા હતા. માખન, દલજીત સિંહ અને જગદિશ સિંહ સાથે મિલ્ખાએ 4*400 મીટર ફાઇનલ જીત્યા અને પોતાની રમતનો ચોથો એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેમણે 1956-1964 સુધી 3 ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેમણે રમતમાં મેળવેલી સિદ્ધિઓ માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. 2013માં અભિનેતા ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ ભાગ મિલ્ખા ભાગની સાથે કદાવર અને મહાન ખેલાડીનું જીવન સિલ્વર સ્ક્રિન પર અમર બની ગયા હતા. જે આજે પણ યુવા રમતવીરોમાં પ્રેરણાનો સ્ત્રોત પૂરે છે.
First published:

Tags: Athlete, Indian player, Milkha singh, Passed away, ચીરવિદાય, ભારતીય ખેલાડી, મિલ્ખા સિંહ, રમતજગત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन