બાંગ્લાદેશી ક્રિકેટરનું ટ્વિટ વાયરલ, કહ્યું - પાકિસ્તાન જઈ રહ્યો છું, દુઆઓમાં યાદ રાખજો

News18 Gujarati
Updated: January 23, 2020, 3:44 PM IST
બાંગ્લાદેશી ક્રિકેટરનું ટ્વિટ વાયરલ, કહ્યું - પાકિસ્તાન જઈ રહ્યો છું, દુઆઓમાં યાદ રાખજો
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પાકિસ્તાન રવાના થતા પહેલા એક ટ્વિટ કર્યું છે

એક પ્રશંસકે લખ્યું - ભગવાન તમારી બધાની આતંકવાદીઓથી સુરક્ષા કરે

  • Share this:
નવી દિલ્હી : બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આખરે ક્રિકેટ શ્રેણી રમવા માટે પાકિસ્તાન જવા રાજી થઈ ગઈ છે. પાકિસ્તાને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનો વાયદો કર્યો છે. આમ છતા બાંગ્લાદેશે ત્રણ ટી-20, એક વન-ડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી એક સાથે ન રમતા અલગ-અલગ સમયે રમવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશની ટીમ જાન્યુઆરીમાં ટી-20 મેચ રમશે. આ પછી ફેબ્રુઆરીમાં એક ટેસ્ટ રમવા આવશે. જ્યારે એપ્રિલમાં બીજી ટેસ્ટ અને એક વન-ડે રમવા આવશે.

આ દરમિયાન એક રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પાકિસ્તાન રવાના થતા પહેલા એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે અને તેની ઘણી ચર્ચા થઈ રહી છે. મુસ્તાફિઝુરે પાકિસ્તાન રવાના થતા પહેલા લોકોને દુઆની અપીલ કરી છે. તેણે લખ્યું છે કે - પાકિસ્તાન જઈ રહ્યો છું, અમને દુઆઓમાં યાદ રાખજો... તેણે આ ટ્વિટમાં એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે ઘણા અન્ય ક્રિકેટરો પણ જોવા મળે છે.

આ પણ વાંચો - કોહલી પર ગુસ્સે થયો સેહવાગ, કહ્યું - તે ખેલાડીઓ પર વિશ્વાસ કરતો નથી, ધોનીના સમયે આવું ન હતું

 આ પછી પાકિસ્તાનની ટીમના પ્રશંસકોએ તેનું સ્વાગત કરતા પોતાના દેશને સુરક્ષિત ગણાવ્યો હતો. તો કેટલાક પ્રશંસકે સુરક્ષા પર વિશ્વાસ નહીં હોવાના કારણે પ્રવાસ કરવા પર આશ્ચર્ય થયું હતું.

એક પ્રશંસકે લખ્યું હતું કે પાકિસ્તાન જવું વન વે ટિકિટ છે. ત્યાં સુરક્ષાનો કોઈ ભરોસો નથી. ભાઈ તમે લોકો બહાદુર છો પણ આ હકિકત છે. એક પ્રશંસકે લખ્યું હતું કે ભગવાન તમારી બધાની આતંકવાદીઓથી સુરક્ષા કરે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading