રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં NBAનું સ્વાગત કર્યું, નીતા અંબાણીએ સોંપ્યો મેચ બૉલ

News18 Gujarati
Updated: October 4, 2019, 11:26 PM IST
રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં NBAનું સ્વાગત કર્યું, નીતા અંબાણીએ સોંપ્યો મેચ બૉલ
રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં NBAનું સ્વાગત કર્યું, નીતા અંબાણીએ સોંપ્યો મેચ બૉલ

હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ વખત NBA મેચ રમાઈ, ભારતમાં NBA મેચનો શુભારંભ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કર્યો

  • Share this:
શુક્રવારનો દિવસ ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ વખત NBA મેચ રમાઈ હતી. ભારતમાં NBA મેચનો શુભારંભ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કર્યો હતો. નીતા અંબાણીએ NBA કમિશ્નર એડમ સિલ્વર અને સેક્રેમેંટો કિંગ્સ (Sacramento Kings),ઇન્ડિયાના પેસર્સ (Indiana Pacers)ના કેપ્ટનને મેચ બૉલ આપ્યો હતો. બંને ટીમો વચ્ચે મુંબઈના NSCI ડોમમાં મુકાબલો થયો હતો. જ્યાં રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર NBA પ્રોગ્રામથી જોડાયેલ 3000 બાળકો પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે આ બધા બાળકોને નીતા અંબાણીએ NBA રિલાયન્સ ફાઉન્ડેશનની 6 વર્ષની ભાગીદારી પુરી થવાના ખાસ પ્રસંગે આ મેચ જોવાનું આમંત્રણ આપ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) ભારતમાં જૂનિયર NBA પ્રોગ્રામ ચલાવે છે, જેમાં 20 રાજ્યોના 34 શહેરોના 1.10 કરોડ બાળકો જોડાયેલા છે. આ કાર્યક્રમ અંતર્ગત બાસ્કેટબોલથી જોડીને તેમને સ્વસ્થ અને એક્ટિવ લાઇફ સ્ટાઇલ માટે પ્રેરિત કરવામાં આવે છે.

નીતા અંબાણીએ NBA કમિશ્નર એડમ સિલ્વરને મેચ બૉલ આપ્યો હતો


‘રમતના શિખર પર ભારતને જોવાનું સપનું’
ભારતમાં NBAની ઐતિહાસિક શરુઆતના પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે ભારતને બહુલ ખેલ રાષ્ટ્ર બનતા જોવું મારું સપનું છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં પ્રથમ વખત NBA મેચ રજુ કરવા અને NBA સાથે પોતાની 6 વર્ષની ભાગીદારીની ઉજવણી માટે ઉત્સાહિત છે. બાળકોમાં શિક્ષા અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું મારું મિશન છે અને મને આશા છે કે ભારત એક દિવસ રમતના શિખર પર હશે.ઇન્ડિયાના પેસર્સનો વિજય
ભારતમાં NBAની પ્રથમ મેચ ઘણી રોમાચંક રહી હતી. ઇન્ડિયાના પેસર્સ અને સેક્રેમેન્ટો કિંગ્સ વચ્ચેની મેચ ઓવર ટાઇમ સુધી ગઈ હતી. અંતમાં ઇન્ડિયાના પેસર્સે 132-131થી જીત મેળવી હતી.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर