Home /News /sport /

ઓડિશામાં લોન્ચ થયો ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યૂ એજ્યુકેશન પ્રોગ્રામ, રમતવીરોને મળશે નવી દિશા

ઓડિશામાં લોન્ચ થયો ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યૂ એજ્યુકેશન પ્રોગ્રામ, રમતવીરોને મળશે નવી દિશા

IOC મેમ્બર નીતા અંબાણીએ જણાવ્યું કે, “ભારત અનેક તકો અને શક્યતાઓથી ભરપૂર દેશ છે.

IOC મેમ્બર નીતા અંબાણીએ જણાવ્યું કે, “ભારત અનેક તકો અને શક્યતાઓથી ભરપૂર દેશ છે. અમારી શાળાઓમાં 250 મિલિયન બાળકો છે, જેઓ પ્રતિભા અને જ્ઞાનથી સંપન્ન છે. તેઓ ભવિષ્યના ભારતના ચેમ્પિયન્સ છે. વિશ્વમાં માત્ર ઓછી સંખ્યામાં બાળકો ઓલિમ્પિયન બની શકે છે, પરંતુ દરેક બાળકને ઓલિમ્પિઝમના આદર્શો જરૂર આપી શકાય છે.

વધુ જુઓ ...
  IOCના સભ્ય નીતા અંબાણી (IOC Member Nita Ambani)એ આજે ​​ઓડિશામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ભારતના પ્રથમ 'ઓલિમ્પિક વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ' (OVEP)ના પ્રારંભની પ્રશંસા કરતા જણાવ્યું કે OVEP એ મુખ્ય મૂલ્યો સ્થાપિત કરવા શિક્ષણ (Education) અને રમતગમત (Sports) રૂપી બે સાહસને જોડે છે. OVEPએ IOC દ્વારા યુવાનોને શ્રેષ્ઠતા, આદર અને મૈત્રીપૂર્ણ ઓલિમ્પિક મૂલ્યોનો (Olympic Values) પરિચય કરાવવા માટે રચાયેલ સંસાધનોનું એક ગ્રુપ છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને સક્રિય, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનવામાં મદદ કરવા માટે આ મૂલ્યો આધારિત અભ્યાસક્રમનો પ્રસાર કરવાનો છે. ભારતની ઓલિમ્પિક મૂવમેન્ટમાં એક ઉદાહરણ પહેલ એવા OVEPની શરૂઆત પ્રતિષ્ઠિત IOC 2023 સેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

  આ વર્ષની શરૂઆતમાં નીતા અંબાણીએ IOC 2023ના સેશનને હોસ્ટ કરવા માટે ભારતની બિડ માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં ભારતને 40 વર્ષના ગાળા પછી સર્વાનુમતે અધિકારો એનાયત કરવામાં આવ્યા હતા. ભારતમાં આઇઓસી સેશન ભારતીય રમતગમતના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરશે. જે દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમ સાથે ભારતની અંતિમ ઓલિમ્પિક આકાંક્ષાઓને પ્રોત્સાહન આપશે. જે યુવાનોને તેમના કૌશલ્યને વધારવા અને વૈશ્વિક ખ્યાતિ મેળવવા માટે પ્રોત્સાહિત અને સશક્ત બનાવશે. નીતા અંબાણી ઓલિમ્પિક મૂવમેન્ટ કમિશન અને OVEPનો ભાગ છે, જે ઓલિમ્પિક એજ્યુકેશન આપે છે અને નીતા અંબાણીની સૌથી નજીક છે, કારણ કે તે બાળકોમાં ઓલિમ્પિકના મૂલ્યો વિકસાવવામાં મદદ કરે છે.

  IOC મેમ્બર નીતા અંબાણીએ જણાવ્યું કે, “ભારત અનેક તકો અને શક્યતાઓથી ભરપૂર દેશ છે. અમારી શાળાઓમાં 250 મિલિયન બાળકો છે, જેઓ પ્રતિભા અને જ્ઞાનથી સંપન્ન છે. તેઓ ભવિષ્યના ભારતના ચેમ્પિયન્સ છે. વિશ્વમાં માત્ર ઓછી સંખ્યામાં બાળકો ઓલિમ્પિયન બની શકે છે, પરંતુ દરેક બાળકને ઓલિમ્પિઝમના આદર્શો જરૂર આપી શકાય છે. આ જ ઓવીઇપીનું મિશન છે અને તે જ તેને ભારત માટે એક વિશાળ તક બનાવે છે. અમે આવતા વર્ષે મુંબઈમાં આઇઓસી સત્ર 2023નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. હું આપણા દેશમાં ઓલિમ્પિક ચળવળને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.”

  આ પણ વાંચો- 'તારક મહેતા'ના ચાહકો માટે ખુશખબર, 'દયાબેન' ફેમ દિશા વાકાણી બીજી વખત માતા બન્યા

  OVEPનો સત્તાવાર રીતે ઓડિશાના માનનીય મુખ્યમંત્રી નવીન પટનાયક, આઇઓસીના સભ્ય શ્રીમતી નીતા અંબાણી, આઇઓસી એજ્યુકેશન કમિશનના અધ્યક્ષ મિકેલા કોજુઆંગ્કો જાવોર્સ્કી, ઓલિમ્પિયન અને આઇઓસી એથ્લીટ્સ કમિશનના સભ્ય અભિનવ બિન્દ્રા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ નરિન્દર બત્રાએ સત્તાવાર રીતે પ્રારંભ કર્યો હતો.

  ઓવીઇપીને ઓડિશાની શાળા શિક્ષણ પ્રણાલીમાં ઇન્ટિગ્રેટેડ કરવામાં આવશે. આ કાર્યક્રમ ઓડિશા સરકારના શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ અને અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન ટ્રસ્ટની ભાગીદારીમાં વિકસાવવામાં આવી રહ્યો છે.

  નીતા અંબાણીએ વધુમાં ભારતના ઓલિમ્પિક સ્વપ્ન અને પાયાના વિકાસ માટે સતત સાથસહકાર આપવા બદલ ઓડિશા સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, "શ્રી પટનાયકજીનાં નેતૃત્વમાં રોકાણમાં વધારો અને સમર્પિત પ્રયાસો મારફતે ઓડિશા ભારતની રમતગમતની મહત્વકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું છે. રાજ્ય સક્રિયપણે રમતગમત માટે એક બેસ્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યું છે, જે આપણા યુવા રમતવીરોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ અને માળખું પૂરું પાડે છે."

  ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ફાઉન્ડેશન ઓડિશા રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર (એચપીસી) માટે ઓડિશા સરકાર સાથે મળીને કામ કરે છે. એચપીસીના રિલાયન્સ ફાઉન્ડેશનના બે એથ્લિટ્સ - જ્યોતિ યારાજી અને આમલાન બોરગોહેને છેલ્લા એક મહિનામાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક ઇવેન્ટ્સમાં મેડલ્સ મેળવ્યા હતા. જ્યોતિએ શરૂઆતમાં 19 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો અને પછીની ઇવેન્ટમાં પોતાના જ રેકોર્ડમાં ફરી સુધારો કર્યો હતો. આ સિદ્ધિ સાથે જ્યોતિએ કોમનવેલ્થ ગેમ્સ માટે એએફઆઇ ક્વોલિફિકેશન ટાઇમ મેળવ્યો છે અને ભારતીય રમતોનું ભવિષ્ય સલામત હાથોમાં છે તે બાબત પર સૌને વિશ્વાસ અપાવ્યો છે.

  આ પણ વાંચો- સુરતમાં કચરાપેટીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પ્લાસ્ટિકની બેગ ખોલતા જ પોલીસ બોલાવી

  OVEP ઓડિશા વિશે મહત્વની બાબતો

  ઓવીઇપી આધારિત પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ બેઠાડુ જીવનશૈલી, એકાગ્રતાનો અભાવ અને કિશોરોને શાળામાંથી બહાર નીકળ્યા બાદ વૈશ્વિક પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે. સંસાધનો અને ટૂલકીટ યુવાનોને શારીરિક પ્રવૃત્તિમાંથી, આજીવન સામાજિક, જ્ઞાનાત્મક અને શારીરિક કુશળતા પ્રાપ્ત કરવાનું શક્ય બનાવવા માટે અને શીખવા માટે બનાવવામાં આવી છે. પ્રથમ વર્ષમાં આ કાર્યક્રમનું લક્ષ્ય ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરની 90 શાળાઓમાં નોંધાયેલા 32,000 બાળકોને અસર કરવાનું છે અને એકવાર તે પૂરજોશમાં પૂર્ણ થયા પછી તે લગભગ 7 મિલિયન બાળકો સુધી પહોંચશે. ઓડિશા રાજ્ય ઓવીઇપીને તેની તમામ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તબક્કાવાર રીતે લઈ જવાની તૈયારીમાં છે, જેથી તેની યુવા વસ્તી ઓલિમ્પિકના સાચા મૂલ્યો સમજી શકે.

  આઇઓસી માટે ઓવીઇપી કાર્યક્રમનું નેતૃત્વ કરતી ઓલિમ્પિક ફાઉન્ડેશન ફોર કલ્ચર એન્ડ હેરિટેજ (olympics.com) ઓડિશા રાજ્ય દ્વારા નિયુક્ત "માસ્ટર ટ્રેનર્સ" માટે એબીએફટીના ટ્રેનર્સ સાથે તાલીમ સત્રોનું આયોજન કરશે. જેઓ બદલામાં રાજ્યની આઠથી દસ શાળાઓના ફોકસ જૂથો સાથે કાર્યક્રમની શરૂઆત કરશે.

  આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા શાળાના આચાર્યો, શિક્ષણ અને રમતગમતના અધિકારીઓ અને અન્ય કોર ગ્રુપના સભ્યો માટે ઓરિએન્ટેશન સેશનનું આયોજન કરવામાં આવશે.

  ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામએ IOC દ્વારા બનાવવામાં આવેલ મફત અને સુલભ શિક્ષણ સંસાધનોની શ્રેણી છે, જે ઓલિમ્પિક રમતગમતના સંદર્ભ અને ઓલિમ્પિઝમના મુખ્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અભ્યાસક્રમને પૂરક બનાવે છે. ભાગ લેનારને મૂલ્યો આધારિત શિક્ષણનો અનુભવ કરવા અને સારી નાગરિકતાની જવાબદારીઓ નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. OVEP ઓલિમ્પિઝમની સમજ અને વ્યક્તિગત આરોગ્ય, આનંદ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા પર તેની અસરની સમજ આપી રમતગમત અને શારીરિક પ્રવૃત્તિના લાંબાગાળાના ફાયદાઓનું સંચાર કરે છે.
  First published:

  Tags: Reliance group, Reliance Industries, Sports News in Gujarati, નીતા અંબાણી

  આગામી સમાચાર