ભારતમાં રમતોને આગળ વધારવા મહિલાઓની હોઈ શકે છે મોટી ભૂમિકા : નીતા અંબાણી

News18 Gujarati
Updated: October 8, 2019, 8:54 PM IST
ભારતમાં રમતોને આગળ વધારવા મહિલાઓની હોઈ શકે છે મોટી ભૂમિકા : નીતા અંબાણી
ભારતમાં રમતોને આગળ વધારવા મહિલાઓની હોઈ શકે છે મોટી ભૂમિકા : નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં રમતોને આગળ વધારવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યું છે

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક (Reliance Foundation), ચેરપર્સન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણી (Nita Ambani)એ લંડનમાં આયોજીત ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં ‘ઇસ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઇન્ડિયા અપોર્ચ્યુનિટી ’માં ભારતના રમતોની સંભાવનાઓ વિશે વિસ્તારથી બતાવ્યું હતું. નીતા અંબાણીએ કહ્યું હતું કે ભારત એક યુવા દેશ છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે. જો ભારતના યુવા એક દેશ હોત તો દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ હોત. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત બધા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ મેળવી રહ્યું છે અને તેમાં રમતો પણ સામેલ છે. મહિલાઓ રમતોમાં સામેલ થવાની સાથે આગળ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

આઈપીએલ અને ક્રિકેટ વર્લ્ડથી બતાવી ભારતની તાકાત
તેમણે આઈપીએલના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલ વ્યૂઅરશિપનો ઉલ્લેખ કરતા ભારતની ક્ષમતા વિશે જણાવ્યું હતું. નીતા અંબાણીએ યુવા એથ્લેટ હીમા દાસનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે તેની પાસે સુવિધાઓ ન હતી, બુટ વગર દોડીને તૈયારી કરી હતી. આજે તે સ્પોર્ટ્સનો સામાન બનાવનાર કંપની એડિડાસની બ્રાન્ડ એમ્બેસેડર છે.‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’નો પણ ઉલ્લેખ
નીતા અંબાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં રમતોને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં રમતોને પ્રાથમિકતા આપવા માટે ઘણા કાર્યક્રમ શરુ કર્યા છે. આ અંતર્ગત તેમણે ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની શરુઆત કરી છે.

રમતો માટે કામ કરી રહ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન
નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લિમિટેડ નિર્દેશક અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં રમતોને આગળ વધારવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને અમેરિકી બાસ્કેટબોલ લીગ એનબીએ સાથે મળીને ભારતમાં રિલાયન્સ જૂનિયર એનબીએ પ્રોગ્રામ શરુ કર્યો છે. આ કાર્યક્રમ દેશના 20 રાજ્યોના 34 શહેરોના 11 કરોડ બાળકો સુધી પહોંચશે, જે આ દુનિયાનો સૌથી મોટો જૂનિયર એનબીએ પ્રોગામ બનાવે છે.
First published: October 8, 2019, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading