નવી દિલ્હી : ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ (Pak vs Eng) શનિવાર 17 ડિસેમ્બરથી કરાચીના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ મેચ દ્વારા 18 વર્ષીય યુવા લેગ સ્પિનર રેહાન અહેમદ ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરશે. જેમાં આ ડેબ્યુ સાથે રેહાન એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવશે. તે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌથી યુવા ક્રિકેટર પણ બનશે.
બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ઈંગ્લેન્ડની ટીમ 3 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. આવી સ્થિતિમાં તેનો પ્રયાસ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને મુલાકાતી ટીમની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનો રહેશે. ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફારોની જાહેરાત કરી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિલ જેક્સના સ્થાને રેહાન અહેમદનો સમાવેશ કરવામાં આવશે જ્યારે જેમ્સ એન્ડરસનના સ્થાને અનુભવી ઝડપી બોલર બેન ફોક્સ ટીમમાં વાપસી કરશે.
રેહાન અહેમદ 18 વર્ષની ઉંમરે ટેસ્ટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સાથે તે બ્રાયન ક્લોઝનો રેકોર્ડ પણ તોડી નાખશે જેણે 73 વર્ષ પહેલા આ રેકોર્ડ બનાવ્યો હતો. બ્રાયન ક્લોઝે જુલાઈ 1949માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેની ઉંમર 18 વર્ષ 149 દિવસ હતી. રેહાને અત્યાર સુધી 3 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9 વિકેટ ઝડપી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 122 રન છે.
શેન વોર્ને રેહાન અહેમદના વખાણ કર્યા હતા
લેગ સ્પિનર રેહાન અહેમદ એ જ બોલર છે જેના વખાણ દિવંગત શેન વોર્ન કરી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા શેન વોર્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તે આ ઉભરતા ક્રિકેટરના જોરદાર વખાણ કરતો જોવા મળ્યો હતો. રેહાને અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેણે વર્લ્ડ કપમાં 12 વિકેટ લીધી હતી. રેહાનના પિતા નઈમ અહેમદ પાકિસ્તાનના છે. નઈમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે બોલિંગ ઓલરાઉન્ડર બનવા માંગતો હતો. જોકે બાદમાં તે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર