સરળ ન હતું ક્રિકેટના 'યુવરાજ' બની જવાનું, વાંચો - રસપ્રદ કહાની

યુવરાજ સિંહ

યોગરાજ સિંહ અનુસાર, જે દિવસોમાં બાળક દાદા-દાદી, નાના-નાનીના ખોળામાં રમે છે, તે ઉંમરમાં જ તેમણે દીકરા યુવરાજને બેટ પકડાવી દીધુ.

  • Share this:
    ઈતિહાસમાં જ્યારે પણ કોઈકે નામ કમાવ્યું, તેની પાછળ કોઈ ન કોઈ ઝૂનૂન જરૂર છુપાયેલું હોય છે. જો રેસલિંગમાં ફોગાટ બહેનો ગોલ્ડ લાવી, તો તેની પાછળ પિતા મહાવીર સિંહ ફોગાટનો મોટો હાથ હતો. આ રીતે જો યુવી ક્રિકેટનો યુવરાજ બની શક્યો, તેની પાછળ તેમના પિતા યોગરાજ સિંહની ભૂમિકા પણ ઓછી મહત્વપૂર્ણ ન હતી. કેમ કે, સંઘર્ષ વગર સરળ ન હતુ કોઈનું યુવરાજ બની જવું. યુવરાજે આજે ક્રિકેટને અલવીદા કહી દીધુ છે, પરંતુ ક્રિકેટ હંમેશા તેને યાદ રાખશે. એક વખત એક ઈન્ટરવ્યૂમાં તેમના પિતા યોગરાજ સિંહે જણાવ્યું હતું કે, યુવરાજને તેમણે પોતાનો મિત્ર બનાવી લીધો હતો.

    કાચી ઉંમરમાં પકડાવી દીધુ હતું બેટ
    ટીમ ઈન્ડીયા માટે 1 ટેસ્ટ અને છ વન ડે મુકાબલો રમ્યા બાદ 1981માં યુવરાજના પિતા યોગરાજ સિંહને મજબૂરીથી ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો હતો. આ વાતની ટીસ તેમના મનમાંથી ક્યારે ન ગઈ. ત્યારે તેમણે નક્કી કર્યું કે, જે સપનું તેમણે જોયું હતું, તેને દીકરો યુવરાજ પુરૂ કરશે. અને ત્યારબાદ યુવરાજના ક્રિકેટ કરિયર માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી. યોગરાજ સિંહ અનુસાર, જે દિવસોમાં બાળક દાદા-દાદી, નાના-નાનીના ખોળામાં રમે છે, તે ઉંમરમાં જ તેમણે દીકરા યુવરાજને બેટ પકડાવી દીધુ. યુવરાજ સિંહ માત્ર દોઢ વર્ષના હતા, ત્યારે યોગરાજ સિંહે તેમને પહેલુ બેટ લાવીને આપ્યું હતું. યોગરાજ સિંહ જણાવે છે કે, આવું કરવા પર તેમના સંબંધીઓ તેમને પાગલ પણ કહેવા લાગ્યા. તેમને ઘણું સંભળાવવા લાગ્યા, પરંતુ યોગરાજ સિંહ તો નક્કી કરી ચુક્યા હતા કે, તેમણે યુવરાજને આ રસ્તો જ બતાવવાનો છે, જેનાથી તેનું અને દેશનું નામ રોશન થાય.

    યુવી માટે ઘરમાં જ બનાવી દીધુ સ્ટેડિયમ
    યુવરાજ સિંહ માત્ર 5 વર્ષના હતા, ત્યારે તેને ચંદીગઢના ડીએવી કોલેજમાં ક્રિકેટ કોચિંગમાં મુકી દેવામાં આવ્યો. યુવરાજ સિંહનું પુરૂ ધ્યાન ક્રિકેટ પર જ રહે, તેનું યોગરાજ સિંહ ખાસ ધ્યાન રાખતા હતા. જ્યારે યુવરાજ સિંહ નાના હતા ત્યારે ટેનિસ અને સ્કેટિંગ કરવાનો શોખ હતો, પરંતુ યોગરાજ સિંહ તેને માત્ર ક્રિકેટની જ વાતો કરતા. 9 વર્ષની ઉંમરે યુવરાજ સિંહ પાપા યોગરાજ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવા લાગ્યા. યુવરાજ સિંહ માટે ઘરમાં જ સ્ટેડિયમ તૈયાર કરી દેવામાં આવ્યું. એક નાનું જીમ પણ બનાવવામાં આવ્યું. ખુદ યોગરાજ સિંહે તેને બોલિંગ પ્રેક્ટિસ કરાવી, અને સંબંધીઓને પણ ઘર પર આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી.

    જ્યારે ફેંકી દીધા જીતેલા મેડલ
    આમ તો યોગરાજ સિંહ યુવરાજને ક્રિકેટ શિખવવા ખુબ મહેનત કરી રહ્યા હતા, પરંતુ તો પણ યુવરાજ સિંહ સ્કેટિંગ માટે ચોરી છૂપી સમય કાઢી લેતા હતા. બાળપણમાં એક વખત યુવરાજ રોલર સ્કેટિંગમાં મેડલ જીતીને આવ્યો તો તેમના પિતા યોગરાજ સિંહને કોઈ ખુશી ન થઈ. એટલું જ નહી, તે મેડલ ફેંકી દીધા અને યુવરાજ સિંહને કડક શબ્દોમાં કહ્યું કે, માત્ર ક્રિકેટ રમવાનું છે. જોકે, મોટા થયા બાદ યુવરાજ સિંહે આ વાતનો ખુલાસો કર્યો કે, જ્યારે તેના મેડલ ફેંકવામાં આવ્યા તો, તેમને કોઈ ખુશી ન મળી હતી. તેને લાગ્યું કે પિતાએ તેની મહેનતના જરા પણ વખાણ ન કર્યા.
    Published by:kiran mehta
    First published: