RCB vs SRH: અંતિમ બોલ સનરાઈઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને આપી 4 રને માત, કોહલી બ્રિગેડની હાર

IPL 2021: બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્મય લીધો હતો.

IPL 2021, RCB vs SRH Live Cricket Score: ટોપ 2માં પહોંચવા માટે બેંગ્લોરની ટીમનો રસ્તો બંધ થઈ ગયો છે, હૈદરાબાદે બેંગ્લોરને 4 રને માત આપી હતી.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) ની 52 મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (SRH vs RCB)ને રોમાંચક મેચમાં 4 રને હાર આપી છે. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 141 રન બનાવ્યા હતા, ત્યારબાદ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન બનાવી શકી હતી. યુવા ઓપનર દેવદત્ત પડિકલે આરસીબી માટે 41 રન બનાવ્યા અને ગ્લેન મેક્સવેલ સાથે અડધી સદીની ભાગીદારી પણ કરી છતા મેચમાં હાર થઈ હતી.

    IPL 2021, RCB vs SRH Live Cricket Score

    • અંતિમ ઓવર સુધી મેચ થઈ પરંતુ ભારે રસાકસી બાદ હૈદરાબાદનો 4 રને વિજય થયો હતો.

    • 14મી ઓવરના પહેલા બોલ પર ગ્લેન મેક્સવેલ 40 રન કરીને આઉટ કર્યો હતો.

    • છઠ્ઠા ઓવરના પાંચમાં બોલ પર શ્રીકાર ભરત 12 રન કરીને આઉટ થયો હતો.

    • ત્રીજી ઓવરના બીજા બોલ પર ડેનિયલ ક્રિશ્ચિઅન 1 રન કરીને આઉટ થયો હતો.

    • ઈનિંગની શરૂઆતમાંજ વિરાટ કોહલી 5 રન કરીને આઉટ થયો હતો.

    • 20 ઓવરના છેલ્લા બોલ પર જેસન હોલ્ડર પણ 16 રન કરીને આઉટ થયો હતો. 

    • 17મી ઓવરના ત્રીજા બોલ પર રિદ્ધિમાન સાહા પણ 10 રન કરીને આઉટ થયો હતો. 

    • જેસન રોય આઉટ થયા બાદ અબ્દુલ સમાદ પણ 1 રન કરીને આઉટ થયો હતો. 

    • 15મી ઓવરમાં જેસન રોય પણ 44 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના પહેલા બોલ પર પ્રિયમ ગર્ગ 15 રન કરીને આઉટ થયો હતો.

    • 11મી ઓવરના ત્રીજા બોલ પર કેન વિલિયમ્સન 31 રન કરીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો.

    • બીજી ઓવરમાં અભિષેક શર્મા 13 રન કરીને આઉટ થયો હતો.

    • બેગ્લોરે ટોસ જીતીને પહેલા હૈદરાબાદની પહેલા બેટિંગ


    બેંગ્લોર માટે આ મેચ ખૂબ મહત્વની છે કારણ કે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે પરંતુ હવે તેમની નજર પોઈન્ટ ટેબલમાં ટોપ 2 માં રહેવા પર છે. જો વિરાટ અને કંપનીએ આવું કરવું હોય તો તેમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેમના આગામી વિરોધીને હરાવવા પડશે. બીજી તરફ, આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું અને આ ટીમ હવે યુવાનોને તક આપીને જીતવાનો પ્રયાસ કરી રહી છે.

    બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન - વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, શ્રીકર ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેન ક્રિશ્ચિયન, શાહબાઝ અહેમદ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.

    બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન - વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, શ્રીકર ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેન ક્રિશ્ચિયન, શાહબાઝ અહેમદ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.
    Published by:kuldipsinh barot
    First published: