નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2021)ની 43 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સ (RCB vs RR) ને ખુબ જ સહેલાઈથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમ માત્ર 149 રન બનાવી શકી હતી. આરસીબીની ખતરનાક બેટિંગ લાઇનઅપ સામે આ સ્કોર ઘણો નાનો સાબિત થયો અને વિરાટ એન્ડ કંપનીએ 7 વિકેટે જીત મેળવી અને હવે પ્લેઓફ તરફ વધુ એક પગલુ આગળ વધ્યા છે. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ 25, પડીક્કલ 22 રન બનાવ્યા હતા. આ પછી, એસ ભરત અને ગ્લેન મેક્સવેલે અડધી સદીની ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો. ગ્લેન મેક્સવેલે માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે ભરતે 44 રન બનાવ્યા હતા.
IPL 2021, RCB vs RR Live Cricket Score
ગ્લેન મૅક્સવેલે શાનદાર 50 કર્યા અને ટીમને જીત અપાવી હતી.
16મી ઓવરમાં શ્રીકાર ભરત 44 રન કરીને આઉટ થયો હતો.
છઠ્ઠી ઓવરમાં વિરાટ કોહલી 22 રન કરીને રન આઉટ થયો હતો.
પાંચમી ઓવરના પહેલા બોલ પર દેવદત્ત પદિકકલ 22 રન કરીને આઉટ થયો હતો.
આરસીબીની મજબૂત શરૂઆત
19મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને હર્ષલ પટેલે રાજસ્થનની ટીમને 149 રનમાં થંભી દીધી હતી બેંગ્લોરને જીત માટે 150 રનની જરૂર છે.
શાહબાઝ અહેમદની 13મી ઓવરમાં સૈમસન અને રાહુલ તેવટિયા આઉટ થયા હતા.
12મી ઓવરના પાંચમાં બોલ પર મહિપાલ લોમરોર 3 રન કરી આઉટ થયો હતો.
11મી ઓવરના પ્રથમ બોલ પર એવિન લેવિસ 58 રન કરીને આઉટ થયો હતો.
8મી ઓવરના બીજા બોલ પર ડેનિયલ ક્રિશ્ચિઅને 31 રન કરીને યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો.
બેંગ્લોરે ટોસ જીતીની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.
આ મેચની દશા અને દિશા બેટ્સમેનો પર નિર્ભર રહેશે કારણ કે, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ શારજાહ અને અબુધાબી કરતા બેટિંગ માટે વધુ સારી છે. બેંગ્લોર મેક્સવેલ, ડી વિલિયર્સ, વિરાટ કોહલી અને પડિકલ જેવા બેટ્સમેનોથી સજ્જ છે. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સમાં, સંજુ સેમસન સિવાય અન્ય કોઈ બેટ્સમેન રંગમાં હોય તેવું લાગતું નથી. આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે સ્પર્ધા છે. બેંગલોરે રાજસ્થાન સામે 23 માંથી 11 મેચ જીતી છે અને 10માં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે છેલ્લી ત્રણ મેચમાં આરસીબીએ રાજસ્થાનને હરાવ્યું છે.