RCB vs RR Highlights: વિરાટ કોહલી સતત બે જીતથી ખૂબ ખુશ, રાજસ્થાનને હરાવ્યા બાદ આપ્યું મોટું નિવેદન

IPL 2021: વિરાટ કોહલીની ટીમ આરસીબી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. (તસવીર- PTI)

IPL 2021, RCB vs RR: રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહી આ મોટી વાત

  • Share this:
    નવી દિલ્હી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના (Royal Challengers Bangalore- RCB) કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals- RR) વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) મેચમાં ધમાકેદાર જીતનો શ્રેય બોલરોને આપ્યો છે. વિરાટે કહ્યું કે સતત બે મેચોમાં બોલિંગમાં વાપસ કરવી ટીમ માટે સારા સંકેત છે. આરસીબીએ રોયલ્સને અંતિમ નવ ઓવરમાં માત્ર 49 રન કરવા દીધા અને આ દરમિયાન 8 વિકેટ લીધી. રાજસ્થાનની ટીમ 9 વિકેટ પર માત્ર 149 રન જ કરી શકી. આરસીબીએ 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ય્્ને પ્રાપ્ત કરી દીધું.

    કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે સતત બે મેચોમાં બોલિંગમાં શાનદાર વાપસી કરી છે જે સારા સંકેત છે. અમે જાણીએ છીએ કે જો બોલિંગ કરતી વખતે ધૈર્ય રાખીશું તો તમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો. બંને મેચોમાં વિરોધી ટીમે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 56 રન કર્યા પરંતુ બંને મેચોમાં અમે વિકેટ લઈને વિરોધી ટીમને મજબૂત સ્કોર ઊભો ન કરવા દીધો. આરસીબીના બોલરોએ અગાઉની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆતનો ફાયદો નહોતો ઉઠાવવા દીધો અને તેમની ટીમને 111 રન પર આઉટ કરીને પોતાની ટીમને 54 રનથી જીત અપાવી હતી.

    આ પણ જુઓ, VIDEO: ઋષભ પંતની આ હરકત દિનેશ કાર્તિક માટે ઘાતક સાબિત થાત, મેદાન પર મોટી દુર્ઘટના ટળી

    આરસીબીના કેપ્ટને કહ્યું કે, અમે જાણીએ છીએ કે અમારી પાસે જે પ્રકારનું બોલિંગ આક્રમણ છે, જો અમે વિકેટ લઈએ છીએ તો વિકલ્પ ખુલી જશે. જ્યારે તમે બે પોઇન્ટની તલાશમાં રહો છો તો બેટ્સમેન તરીકે ઘણું વધારે જોખમ ન લઈ શકો તેથી અમે બેટ્સમેનોની ભૂલો પર ધ્યાન આપ્યું. કોહલીએ કહ્યું કે, અમારા માટે બે બાબતો સારી રહી. વચ્ચેની ઓવરમાં સારી બોલિંગ અને બેટ્સમેનોમાં સારી શરૂઆત. મેં અને દેવદત્ત પડિક્કલે સારી શરૂઆત કરી જેથી મેક્સવેલ, શ્રીકર ભરત અને ડિવિલિયર્સ તેનો ફાયદો ઉઠાવી શકે.

    આ પણ જુઓ, VIDEO: KL Rahulને આઉટ કર્યા બાદ Krunal Pandyaએ કર્યું કંઈક એવું, ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યા છે સલામ

    બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સૈમસને (Sanju Samson) કહ્યું કે, તેમની ટીમ સારી શરૂઆતનો ફાયદો ન ઉઠાવી શકી. તેણે જણાવ્યું કે, અમારી શરુઆત સારી રહી પરંતુ અમે તેનો ફાયફદો ન ઉઠાવી શક્યા. મધ્યક્રમના બેટ્સમેનોને વધુ આત્મવિશ્વાસની સાથે બેટિંગ કરવી પડશે. અમારા બોલરોએ ખોટા ટાઇમિંગથી શોટ રમીને વિકેટ ગુમાવી. યુજવેન્દ્ર ચહલે (Yuvvendra Chahal) ચાર ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.
    Published by:Mrunal Bhojak
    First published: