RCB vs PBKS, IPL 2021 : રોયલ ચેલેન્જર બેંગ્લોરે પંજાબને હરાવ્યું, કોહલીની ટીમ પ્લેઓફમાં પહોંચી

રોયલ ચેલેન્જર બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

IPL 2021, Royal Challengers Bangalore vs Punjab Kings Live Cricket Score: આઈપીએલ 2021ની 48મી મેચમાં આરસીબીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)ની 48મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સ (Punjab Kings) ને બંધ મેચમાં 6 રનથી હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે પંજાબ સામે 165 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર માત્ર 158 રન બનાવી શકી હતી. પંજાબ તરફથી મયાંગ અગ્રવાલે 57 અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. આ સિવાય, કોઈ બેટ્સમેન ટકાઉ રમી શક્યો નહીં. બેંગ્લોર તરફથી યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ લીધી હતી. અગાઉ, પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય દેવદત્ત પડિકલે 40, વિરાટ કોહલીએ 25 અને એબી ડી વિલિયર્સે 23 રન બનાવ્યા હતા.

    Bangalore vs Punjab Kings Live Cricket Score

    • 20 ઓવરના અંતે પંજાબ 158 રન કર્યા અને તેની હાર થઈ હતી.

    • 19મી ઓવરમાં શાહરૂખ ખાન 16 રન કરીને આઉટ થયો હતો.

    • 16મી ઓવરના પાંચમાં બોલ પર એડેન માર્કરમ 20 રન કરીને આઉટ થયો હતો.

    • 15મી ઓવરમાં મયંક અગ્રવાલ પણ 57 રન કરીને ચહલનો શિકાર બન્યો હતો. આજ ઓવરના પાંચમાં બોલ પર સરફરાઝ ખાન શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • 12મી ઓવરના પાંચમા બોલ પર નિકોલસ પૂરન 3 રન કરીને આઉટ થયો હતો. નિકોલસની વિકેટ યૂઝવેંદ્ર ચહલે લીધી હતી.

    • 10મી ઓવરના પાંચમા બોલ પર પંજાબના કેપ્ટન કે.એલ રાહુલ 39 રન કરીને આઉટ થયો હતો.

    • 20 ઓવરના અંતે બેગ્લોરે 164 રન કરીને સાત વિકેટ ગુમાવી હતી. અને પંજાબને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 19મી ઓવરના બીજા બોલ પર ગ્લેન મૅક્સવેલ 57 રન કરીને આઉટ થયો હતો. જ્યારે ચોથા અને પાંચમાં બોલ પર પણ શાહબાઝ અહેમદ અને જ્યોર્જ ગાર્ટન આઉટ થયો હતો.

    • 18મી ઓવરના બીજા બોલ પર એબી ડી વિલિયર્સ 23 રન કરીને આઉટ થયો હતો.

    • 11મી ઓવરના ચોથા બોલ પર પડિક્કલ 40 રન કરીને મોઇસ હેનરિક્સે આઉટ કર્યો હતો.

    • 9મી ઓવરમાં આરસીબીની બે વિકેટ પડી હતી પહેલા વિરાટ કોહલી 25 રન કરીને અને ડેનિયલ ક્રિશ્ચિઅન શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • રોયલ ચેલેન્જર બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


    પંજાબ કિંગ્સ (Punjab Kings) પ્લેઇંગ 11: લોકેશ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, એડેન માર્કરમ, શાહરૂખ ખાન, સરફરાઝ ખાન, હરપ્રીત બ્રાર, મોહમ્મદ શમી, મોઇસ હેનરિક્સ, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) પ્લેઇંગ 11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિકલ, શ્રીકર ભરત (ડબલ્યુકે), શાહબાઝ અહમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેન ક્રિશ્ચિયન, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, જ્યોર્જ ગાર્ટન અને યુઝવેન્દ્ર ચહલ
    Published by:kuldipsinh barot
    First published: