RCB vs MI : RCBની આક્રમક બોલિંગ, હર્ષલ પટેલની હેટ્રિકે મેચ પલટી નાખી, મુંબઈની 54 રને હાર

RCB vs MI: મુંબઈએ ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રમ આપ્યું હતું. તસવીર-iplt20.com

IPL 2021, Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Score: IPL 2021 ની 39 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: RCB એ આઈપીએલ 2021 (IPL 2021) ની મેચમાં ટીમે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 54 રનથી હરાવ્યું. આરસીબીએ (RCB) 20 ઓવરના અંતે 165  કર્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રનમાં સમેટાઈ ગઈ હતી. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત આરસીબીએ એક સિઝનમાં બે વખત મુંબઈને હરાવ્યું હતું. આ પહેલા 9 એપ્રિલે યોજાયેલી મેચમાં ટીમે મુંબઈને 2 વિકેટે હરાવ્યું હતું. મુંબઈની આ સતત ત્રીજી અને એકંદરે છઠ્ઠી હાર છે. આરસીબીએ 10 માંથી 6 મેચ જીતી છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં ત્રીજા નંબરે છે. RCB ફાસ્ટ બોલર હર્ષલ પટેલે પણ મેચમાં હેટ્રિક લીધી હતી. તે RCB તરફથી હેટ્રિક લેનાર ત્રીજો બોલર બન્યો. મુંબઈની ટીમ ટેબલમાં છઠ્ઠાથી સાતમા નંબરે આવી છે. તેના 10 મેચમાં 8 પોઇન્ટ છે.

    IPL 2021, RCB vs MI, Live Score, Today's Match Latest Updates



    • 18મી ઓવરના પહેલા બોલ પર એડમ મિલને પણ આ આઉટ થયો અને મુંબઈને હાર થઈ હતી.

    • 17મી ઓવરના ત્રીજા બોલ પર યુજવેન્દ્ર ચહલે મુંબઈની આઠમી વિકેટ લીધી અને બુમરાહ પવેલિયનમાં પહોંચ્યો હતો.

    • 16મી ઓવરના ત્રીજા બોલ પર રાહુલ ચાહર શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • 16મી ઓવરના બીજા બોલ પર કાયરન પોલાર્ડ પણ આઉટ થયો હતો.

    • 16મી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યા 3 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના પ્રથમ બોલ પર સૂર્યકુમાર યાદવ 8 રન કરીને આઉટ થયો હતો.

    • 10મી ઓવરના ત્રીજા બોલ પર ઇશાન કિશન પણ 9 રન કરીને આઉટ થયો હતો.

    • 9મી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્મા 43 રન કરીને આઉટ થયો હતો.

    • છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ક્વિન્ટન ડી કોક 23 બોલમાં 24 રન કરીને યૂઝવેંદ્ર ચહલનો શિકાર બન્યો હતો.

    • 20 ઓવરના અંતે આરસીબીએ 6 વિકેટ ગુમાવીને 165 રન કર્યા અને મુંબઈની ટીમને જીત માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 19મી ઓવરમાં બોલ્ટે શાહબાઝ અહેમદને 1 રન કરીને આઉટ કર્યો હતો.

    • 18મી ઓવરમાં બુમરાહે ગ્લેન મેક્સવેલ (56) અને ડી વિલિયર્સ (11)ને આઉટ કર્યા હતા 

    • આરસીબીની ત્રીજી વિકેટ 51 રન કરીને આઉટ થયો હતો.

    • આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું 42મી ફિફ્ટી ફટકારી છે.

    • 8મી ઓવરના પાંચમાં બોલ પર શ્રીકાર ભરત ભરત 32 રન કરીને રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો.

    • બીજી ઓવરના ચોથા બોલ પર દેવદત્ત પડિક્કલ શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    આ મેચ રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશીપની કસોટી કરશે, વર્તમાન ભારતીય કેપ્ટન કોહલી અને રોહિતની ટીમો, આગામી ટી 20 વર્લ્ડકપ બાદ રાષ્ટ્રીય ટીમની કમાન સંભાળવાની પ્રબળ દાવેદાર છે, અગાઉની મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. RCB હજુ પણ નવ મેચમાંથી 10 પોઈન્ટ સાથે ટોપ ચારમાં છે, જ્યારે મુંબઈ સતત બે હાર બાદ નવ મેચમાંથી આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, એડમ મિલને, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને ટ્રેન્ટ બોલ્ટ.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ 11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પાડીકલ, કેએસ ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, શાહબાઝ અહેમદ, ડેનિયલ ક્રિશ્ચિયન, કાયલ જેમ્સન, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ.
    Published by:kuldipsinh barot
    First published: