IPL 2021 સ્થગિત થયા બાદ વિરાટ કોહલી પહોંચ્યો ઘરે, હવે અનુષ્કા સાથે કરશે દેશની સેવા

 • Share this:
  નવી દિલ્લી: ઈન્ડિયન પ્રિમિયર લીગની 14મી સિઝન (IPL 2021)મંગળવારે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. આઇપીએલ સ્થગિત કરવાનો નિર્ણય સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન રિદ્ધિમાન સાહ અને દિલ્લી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાનો કોવિડ રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ આઇપીએલ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આઇપીએલ સ્થગિત કર્યા બાદ ખેલાડીઓ તેમના ઘરે પહોંચી રહ્યા છે. એવામાં રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઇ ખાતે તેના ઘરે પહોંચ્યો હતો. મીડિયાએ તેને મુંબઇ એરપોર્ટ ખાતે બહાર નિકળતા કેમેરામાં કેદ કર્યો હતો.

  આઇપીએલ સ્થગિત કર્યા બાદ ટીમોએ તેનું સમર્થન કર્યું હતું. મહત્વનું છે કે, વિદેશી યાત્રા પર પ્રતિબંધ હોવાથી વિદેશી ખેલાડીઓને સુરક્ષિત તેમના દેશમાં પહોંચાવા માટે બીસીસીઆઇની કાર્યવાહીઓની રાહ જોઇ રહ્યા છે. લીગના ચેરમેન બૃજેશ પટેલે આઇપીએલ દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઈન્ડિયન પ્રમિયર લીગની સંચાલન પરિષદની અને બીસીસીઆઇની આપાત બેઠકમાં સર્વ સંમતિથી આઇપીએલ 2021ના સત્રને તત્કાલ સ્થગિત કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, બીસીસીઆઇ ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને વિદેશી ખેલાડીઓની સુરક્ષાને લઇને આ નિર્ણય કતરવામાં આવ્યો છે. આ નિર્ણય તમામ લોકોની સુરક્ષા અને ભલાઇને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

  આઇુીએલની આવનારી મેચો ક્યા અને ક્યારે રમાશે તેને લઇને કોઇ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી એવામાં ખેલાડીઓ પોત-પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. એવામાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઇ સ્થિત પોતાના ઘરે પાછો ફર્યો છે અને હવે પત્ની અનુષ્કા સાથે મળીને દેશના સંકટ સમયમાં દેશની સેવા કરશે.  મહત્વનું છે કે વિરાટની પત્ની અને બોલીવુડની એક્ટર અનુષ્કા શર્માએ 1 મેના દિવસે તેના જન્મદિવસની ઉજવણી કરી ન હતી. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં ફેન્સ દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓનો આભાર માન્યો હતો. અને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું કે, દેશ કોવિડ-19 સામે સંકટના સમયમાં ઝઝૂમી રહ્યો છે. ત્યારે તેને આ સમયે તેનો જન્મદિવસની ઉજવણી કરવી અયોગ્ય લાગ્યું અને તેણે સમર્થકોને અપીલ કરી હતી કે, આ સમયે એક થઇને દેશની મદદ કરવી જોઇએ કોહલી અને તે અત્યારે દેશની સેવા માટે કામ કરશે અને તે વહેલી તકે આ અંગે વધુ જાણકારી આપશે.

  વિદેશી ખેલાડીઓ પાછા કેવી રીતે જશે તે અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બ્રિજેશે પીટીઆઈને કહ્યું હતું કે, "અમારે તેમને ઘરે મોકલવાની જરૂર છે અને અમે તેનો માર્ગ શોધીશું." કારણ કે, ભારતમાં ભયંકર રોગચાળાને કારણે ઘણા દેશોએ મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો છે. બીસીસીઆઈએ અગાઉ પણ વિદેશી ખેલાડીઓની સલામતતાની ખાતરી આપી છે.

  છ દિવસ પહેલા, ઓસ્ટ્રેલિયાથી ત્રણ ખેલાડીઓની હટ્યા બાદ, આ દેશના 14, ન્યુઝીલેન્ડના 10 અને ઇંગ્લેન્ડના 11 ખેલાડીઓ આઈપીએલમાં બાકી છે. આઈપીએલ માટે દક્ષિણ આફ્રિકાના 11, વેસ્ટ ઇન્ડીઝના નવ, અફઘાનિસ્તાનના ત્રણ અને બાંગ્લાદેશના બે ખેલાડીઓ પણ છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) એ બીસીસીઆઈની આ પરિસ્થિતિ સાથે કામ કરવાની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
  Published by:kuldipsinh barot
  First published: