નવી દિલ્લી: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ની બહેન અને તેમની પત્ની વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે અત્યારના વિવાદમાં ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેચ્યું છે. મળતી જાણકારી અનુસાર જાડેજાની બહેન નયનબા (Naynaba) અને પત્ની રીવાબા (Rivaba) વચ્ચે રાજકીય જંગ શરૂ થઈ છે. જાડેજાની પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા છે. રીવાબા કરણી ક્ષત્રિયા સેનાએ સૌરાષ્ટ્રની અધ્યક્ષ પણ બનાવવામાં આવી છે. રીવાબા સમાજીક કાર્યો પણ કરતા હોય છે. બીજી બાજુ બહેન નયનાબા કોંગ્રેસમાં (Congress) છે. એક બાજુ રીવાબાને જાડેજાનો સાથ મળ્યો છે. જ્યારે નયના બાને બહેન અને પિતાનો સાથ મળ્યો છે. જેના કારણે રાજનીતિ મતભેદો ઉભા થયા છે.
મરાઠી વેબસાઈટ લોકમત અનુસાર રીવાબા અને નયનાબાની વચ્ચે સર્જાયેલો વિવાદ એક રાજનૈતિક કાર્યક્રમ બાદ શરૂ થયો હતો. મહત્વનું છે કે, રીવાબાએ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કર્યા હતા. આ કાર્યક્રમમાં રીવાબાએ વ્યવસ્થિત રીતે માસ્ક નહોતુ પહેર્યું, જેના કારણે નણંદ નયનાબાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, આવા લોકો ગુજરાતમાં ત્રીજી લહેર લાવવા માટે જવાબદાર બનશે.
આ પહેલા ગયા વર્ષે 2020માં રીવાબા માસ્ક ન પહેરવા માટે વિવાદોમાં સર્જાયો હતો. કારમાંથી ઉતરતા સમયે તેમણે માસ્ક નહોતુ પહેર્યું. અને ત્યારબાદ પોલીસે તેમને રોકી લીધા હતા. જેને લઈને તે સમયે વિવાદ સર્જાયો હતો. જેને લઈને ગુજરાતના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો હતો. મહત્વનું છે કે, ગત એક દિવસમાં કોવિડ-19 ને કારણે કોઈનું મોત થયું નથી. અને નવા 19 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણ 8,25,563 કેસ સામે આવ્યા છે.
મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં ભારતીય પ્રવાસ પર છે અને ત્યાં તેણે બોલ અને બેટ દ્વારા ખુબ જ સારુ પ્રદર્શન કર્યું જેના કારણે ટીમે પાંચ મેચોની સીરીઝમાં 2-1 થી બઢત મેળવી દીધી છે. મહત્વનું છે ટી-20 વર્લ્ડ કપની જાહેરાત થઈ ગઈ છે જેમાં ગુજરાતના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે. હવે લંડનથી જાડેજા ટીમ સાથે યુએઈ ખાતે જશે અને ત્યાં ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે જોડાઈને આઈપીએલની બાકીની મેચોમાં ભાગ લેશે.