Home /News /sport /

Ravindra jadeja પણ Pushpaનો બન્યો ફેન, ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલો Video થયો Viral

Ravindra jadeja પણ Pushpaનો બન્યો ફેન, ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલો Video થયો Viral

Ravindra Jadeja News : બાપૂને પણ ગમી પુષ્પા, અલ્લુ અર્જૂનના રૂપમાં જોવા મળ્યો રવિન્દ્ર જાડેજા

Ravindra Jadeja News : ટીમ ઈન્ડિયાના બાપૂનો વીડિયો વાયરલ, દર્શકોને અને ચાહકોને ખૂબ પસંદ આવી ક્રિકેટના અલ્લુ અર્જૂનની એક્ટિંગ

    Ravindra jadeja News : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu arjun Film Pushpa) ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મનો ફિવર સામાન્ય દર્શકોને જ નથી ચડ્યો પરંતુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja Pushpa Video) પણ તેના દિવાના બની ગયા છે. જાડેજાને અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની આ ફિલ્મ એટલી પસંદ આવી છે કે તેણે ફિલ્મનો હિટ ડાયલોગ બોલતા એક વીડિયો (Ravindra Jadeja Enacts Allu Arjun Scene of Pushpa) સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવે તેના વીડિયોની મજા લીધી છે. જાડેજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કુલદીપે લખ્યું, 'આગલી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું…!' ભારતીય ઓલરાઉન્ડરે પણ કુલદીપને જવાબ આપ્યો અને લખ્યું કે હા NCAમાં શૂટિંગ કરશે. જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં (National Cricket Academy) રિહેબિલિટેશન હેઠળ છે.

    રવીન્દ્ર જાડેજા લિગામેન્ટ ફાટી જવાથી ઝઝૂમી રહ્યો છે. જાડેજાની ઈજાને સાજા થતા મહિનાઓ લાગી શકે છે. જો તે સર્જરી કરાવે તો તે IPL 2022ની આસપાસ જ સાજો થઈ શકશે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમને મળશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ? લગભગ નામ નક્કી

    જા઼ડેજાને ધોની કરતા વધુ કિંમતે કરવામાં આવ્યો રિટેન 

    જાડેજા આ વખતે પણ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તેની પાસે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ કિંમત આપી અને ચેન્નાઈએ રિટેન કર્યો છે.




    બીજી તરફ અલ્લુ અર્જુનની ફિલ્મે આ દિવસોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મમાં ચંદન સ્મગલરની ભૂમિકા ભજવી રહેલા અલ્લુ અર્જુનની એક્શનથી લઈને ડાયલોગ સુધી બધું જ ધમાકેદાર છે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    ફિલ્મે પહેલા છ દિવસમાં 30 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આમ 'પુષ્પા'ના દિવાના સામાન્ય લોકો જ નહીં પરંતુ સ્ટાર જાડેજા પણ થયો છે. આગામી દિવસોમાં આ ફિલ્મ શું રેકોર્ડ બનાવશે તેના પર સૌની નજર છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર