IND vs ENG: રવિન્દ્ર જાડેજાને હોસ્પિટલમાં લઈ ગયા, ઈંગ્લેન્ડથી આવ્યા મોટા સમાચાર

તસવીર- એએફવી

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના પગમાં ઈજા થતા લીડ્સ ટેસ્ટ પૂર્ણ થયા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

  • Share this:
    નવી દિલ્લી: લીડ્સ ટેસ્ટ (India vs England, 3rd Test)માં ઈન્ડિયાની ટીમને એક ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રમતના ત્રીજા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવી 215 રન કરતા લાગી રહ્યું હતું કે વિરાટ કોહલી અને પૂજારાની જોડી ચોછા દિવસે સારી બેટિંગ કરશે પરંતુ એવું થઈ નહિં અને બાકીની આઠ વિકેટ 63 રનમાં ગુમાવી દીધી હતી. મેચમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયાને બીજો એક ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

    રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી જેમાં તે હોસ્પિટલમાં હાજર છે. જાડેજાએ હોસ્પિટલમાં દર્દીઓને આપેલા કપડાં પણ પહેર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિન્દ્ર જાડેજાને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    રવિન્દ્ર જાડેજા પગમાં ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ગયો

    મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજાને લીડ્સ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી. જે બાદ તે થોડો સમય મેદાનની બહાર પણ રહ્યો હતો. જોકે, રમતના ચોથા દિવસે તે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 25 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.

    જ્યારે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો ત્યારે વિકેટ પત્તાના પેકની જેમ તૂટી રહી હતી, તેથી તેણે ઝડપી બેટિંગ કરવાનું પસંદ કર્યું. જાડેજાએ લીડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બે વિકેટ પણ લીધી હતી. તેણે હસીબ હમીદ અને મોઈન અલીની વિકેટ લીધી.

    આ પણ વાંચો: સૂર્યકુમાર, હનુમા અને અશ્વિનને મળશે ચોથી ટેસ્ટમાં ચાન્સ? લીડ્સમાં હાર થશે 3 બદલાવ!

    રવિન્દ્ર જાડેજાએ હોસ્પિટલ પહોંચવું અને ઈજાનું સ્કેન કરાવવું ટીમ ઈન્ડિયા માટે મોટા આંચકાથી ઓછું નથી. જો રવિન્દ્ર જાડેજાની ઈજા ગંભીર જણાય તો તેને 2 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓવલ ટેસ્ટમાં રમવું મુશ્કેલ થઈ શકે છે.

    ઓવલ ટેસ્ટની પીચ સ્પિન બોલરોને મદદ કરે છે અને રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની દરેક શક્યતા છે. જો જાડેજા ફિટ ન હોય તો ટીમ ઇન્ડિયા લોઅર મિડલ ઓર્ડરમાં ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેનને પણ ગુમાવશે.
    Published by:kuldipsinh barot
    First published: