Home /News /sport /IPL 2021: સર જાડેજાએ કરી જોરદાર ફિલ્ડીંગ, સૌથી વધુ રન આઉટ કરવામાં નંબર વન

IPL 2021: સર જાડેજાએ કરી જોરદાર ફિલ્ડીંગ, સૌથી વધુ રન આઉટ કરવામાં નંબર વન

મુંબઇ: ચેન્નઈ સુપર કિંગ્સ(Chennai super kings)ના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા(ravindra jadeja)એ શુક્રવારે પંજાબ કિંગ્સ સામે (IPL 2021)મેચમાં પોતાનું ફિલ્ડિંગ પરાક્રમ બતાવ્યું હતું. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શાનદાર પ્રદર્શન કરીને પંજાબના બે દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા પંજાબ ટીમના કેપ્ટન લોકેશ રાહુલ (KL Rahul)ને આઉટ કર્યો અને ત્યારબાદ ક્રિસ ગેલને દીપક ચહરની બોલ પર કેચ આઉટ કર્યો હતો.

જાડેજાની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે અને તેણે પંજાબ સામેની આઈપીએલ મેચમાં પણ આ સાબિત કર્યું હતું. તે આઈપીએલમાં સૌથી વધુ રન આઉટ કરનાર ખેલાડી છે. આ ટી-20 લીગમાં તેણે અત્યાર સુધીમાં 22 વખત રન આઉટ થયા છે. તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે, જેણે 19 ખેલાડીઓનો આઉટ કર્યો છે. સુરેશ રૈના (19 રન આઉટ) ત્રીજા સ્થાને છે.

ક્રિસ ગેલે પેસર દીપક ચહરની ઇનિંગની ત્રીજી ઓવરનો પાંચમો બોલ શોટ કર્યો. જેમાં નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા રાહુલે તેને રન લેવા માટે કહ્યું હતું અને જાડેજાએ તકનો લાભ લીધો અને રાહુલને સીધો થ્રો મારીને આઉ
કર્યો હતો. રાહુલે 7 બોલમાં એક ફોરની મદદથી ફક્ત 5 રન બનાવ્યા હતા.

આ પછી, ગેઈલને પણ ઇનિંગ્સની 5મી ઓવરના બીજા બોલ પર પાછા ફરવું પડ્યું હતું. જાડેજાએ ચહારની બેકવર્ડ પોઇન્ટ પર કેચ લીધો. ગેઈલે ચાહરના બોલ પર સીધો શોટ બેકવર્ડ પોઇન્ટ પર માર્યો હતો પરંતુ જાડેજાએ તેને ડાઇવ કરી કેચ પકડ્યો. ગેલે 10 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. આ જ ઓવરમાં ચહરે નિકોલસ પૂરણ (0ને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યો હતો અને ટીમનો સ્કોર 4 વિકેટે 19 રન હતો. દીપક હૂડા (10)નો પણ શિકાર કરવામાં આવ્યો હતો અને પંજાબની અડધી ટીમ માત્ર 26 રનમાં પેવેલિયન પરત ફરી હતી.
First published:

Tags: Chennai super kings, Ipl 2021, રવિન્દ્ર જાડેજા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો