WTC Final: રવિન્દ્ર જાડેજાએ શેર કરી ટીમ ઈન્ડિયાની નવી જર્સી, 90ના દાયકા સાથે છે કનેક્શન

  • Share this:
    નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીની તસવીર શેર કરી છે. આ જર્સીનો લુક 90ના દાયકામાં ઉપયોગ થતી જર્સી જેવો જ દેખાઈ રહ્યો છે. જાડેજાએ ભારતીય ટીમની નવી જર્સી તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેણે એક કેપ્શન પણ લખ્યું કે, 90ના દાયકાની યાદ આવી છે અને મને આ જર્સી ખુબ જ પસંદ આવી રહી છે.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતા મહિને 18 જૂન થી 22 જૂનની વચ્તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા 2 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. અત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ ખાતે કોરેન્ટીનમાં છે અને ત્યાંજ તૈયારી કરી રહ્યા છે. જાડેજા પણ તેમાં સામેલ છે. તેના માટે આઈપીએલ 2021 ખુબજ સારી રહી. તેણે બોલીંગ સાથે બેટીંગથી પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું.

    આઈપીએલ રદ થતાં પહેલા જાડેજાએ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં 28 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે આરસીબીના ઝડપી બોલર હર્ષલ પટેલની ઓવરમાં પાંચ છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. ભારત ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે.





    WTCના ફાઇનલ માટે ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, શુબમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઋષભ પંત (વિકેટકીપર)), જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, વૃદ્ધિમન સાહા, કે.એસ. ભરત.

    સ્ટેન્ડબાય ખેલાડીઓ: આવેશ ખાન, અરજણ નાગવાસવાલા, અભિમન્યુ ઇશ્વરન અને પ્રસિદ્ધ કૃષ્ણા.
    Published by:kuldipsinh barot
    First published: