નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરી દીધું છે. જેના કારણે બધા સેલિબ્રિટી સહિત આખો દેશ ઘરમાં કેદ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રદ થવાના કારણે ખેલાડી ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma),વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રીત બુમરાહ અને ચહલ પ્રશંસકો સાથે જોડાવવાના પ્રયત્નમાં લાઇવ આવીને પ્રશંસકોના સવાલોના જવાબ આપી રહ્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાનો (Team Inida) ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પોતાના ઘોડા સાથે સમય પસાર કરી રહ્યો છે.
જાડેજા ફક્ત પોતોના ઘોડા સાથે સમય જ પસાર કરી રહ્યો નથી તેમની પાસેથી જીવનની પરીક્ષા વિશે પણ શીખી રહ્યો છે. જાડેજાએ સોશિયલ મીડિયામાં ઘોડા સાથેની પોતાની એક તસવીર શેર કરતા લખ્યું છે કે તેના ઘોડા તેને એ બધી બાબતો શીખવે છે, જે તેને પોતાના વિશે જાણવાની જરુરત છે. તેની આ ફોટો કેપ્શનને કેટલાક પ્રશંસકો સમજી શકતા નથી અને પૂછી રહ્યા છે કે ઘોડા કેવી રીતે તેને બધુ શીખવાડે છે.
હાલના સમયે તે પોતોનો બધો સમય પોતાના ઘોડાને આપી રહ્યો છે. પોતાના ફાર્મ હાઉસ પર સવારી કરવાની સાથે તેનું બધુ ધ્યાન રાખી રહ્યો છે. ઘોડા પ્રત્યેનો તેનો ખાસ લગાવ સમય-સમય પર જોવા મળે છે. પોતોના ખાલી સમય તે હંમેશા તેની સાથે પસાર કરે છે. ટીમ ઇન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા વ્યસ્ત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર