રવિન્દ્ર જાડેજાએ કેમ કહ્યું, 'શેર તો શેર હોતા હૈ'

News18 Gujarati
Updated: January 19, 2018, 12:17 PM IST
રવિન્દ્ર જાડેજાએ કેમ કહ્યું, 'શેર તો શેર હોતા હૈ'

  • Share this:
ટીમ ઈન્ડિયા ભલે બે ટેસ્ટ મેચ હારી ગઈ હોય પરંતુ ખેલાડીઓના મનોબળમાં કોઈ જ પ્રભાવ પડ્યો નથી. ભારતીય ખેલાડીઓ દરેક ક્ષણ પોતાના અલગ અંદાજમાં વિતાવી રહ્યાં છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આવા જ એક અંદાજને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સિંહ સાથે મસ્તી કરતી વખતના સમયની ફોટો શેર કરી છે. ફોટા કરતાં તેના કેપ્ટનની વધારે ચર્ચા થઈ રહી છે.

ફિટનેસના કારણે અત્યાર સુધી સાઉથ આફ્રિકાની બંને ટેસ્ટ મેચ નહી રમી શકેલા આ ખેલાડીએ લખ્યું, શેર, શેર હોતા હૈ.. પછી ભલે સાસન ગિર હોય કે, પછી જ્હોનિસબર્ગ.. પાંજળામાં સિંહને ઘણા લોકો પથ્થર મારે છે, અસલી મર્દ સામે ઉભા હોય છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમને કેપટાઉન ટેસ્ટમાં 72 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સેન્ચ્યુરિયનમાં મેજબાન ટીમે 135 રનોથી જીત નોંધાવી હતી.

બે ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ પર પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી પર વધારે પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ફોર્મમાં ચાલી રહેલા ભુવનેશ્વરને બહાર રાખવાના નિર્ણયની ટીકા થઈ રહી છે. રહાણેની જગ્યાએ ટીમમાં સામેલ રોહિત શર્મા અત્યાર સુધી કોઈ જ કમાલ કરી શક્યો નથી.
First published: January 19, 2018, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading