Home /News /sport /ફોટોશૂટમાંથી ટાઈમ મળી ગયો? પત્નીની ચૂંટણી પછી શ્રીલંકા સામે રવીન્દ્ર જાડેજાની વાપસીના સમાચારથી ફેન્સ બગડ્યા

ફોટોશૂટમાંથી ટાઈમ મળી ગયો? પત્નીની ચૂંટણી પછી શ્રીલંકા સામે રવીન્દ્ર જાડેજાની વાપસીના સમાચારથી ફેન્સ બગડ્યા

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)

Ravindra Jadeja ComeBack: ભારતીય ટીમના મોટાભાગના ફેન્સ આ સ્ટાર ક્રિકેટરની વાપસીથી ખુશ હતા, પરંતુ અનેક લોકોએ રવિન્દ્ર જાડેજા સામે આપત્તિ વ્યક્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ એકેડમીમાં વધુ સમય પસાર ન કરતા અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
    BCCI દ્વારા શ્રીલંકા પ્રવાસને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની 3 મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. ટી20 સીરિઝમાં હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. બાંગ્લાદેશ સામેની વન ડે મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર રોહિત શર્માને આંગળીમાં ઈજા થઈ હતી.

    રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ બે મહિનાથી ક્રિકેટ નથી રમી રહ્યા. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને આ બે ક્રિકેટરની ખૂબ જ કમી લાગી રહી હતી, તે સમયે ભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારી ગયું હતું.

    ભારતીય ટીમના મોટાભાગના ફેન્સ આ સ્ટાર ક્રિકેટરની વાપસીથી ખુશ હતા, પરંતુ અનેક લોકોએ રવિન્દ્ર જાડેજા સામે આપત્તિ વ્યક્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ એકેડમીમાં વધુ સમય પસાર ન કરતા અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.



    રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા હતા, જેમાં તેઓ ફંકી આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. તેમણે પોતાની તબિયત પર ધ્યાન ન આપતા ફોટોશૂટમાં સમય પસાર કરતા અનેક લોકોએ તેમની મજાક ઉડાવી હતી.

    ભારતીય ફેન્સ આ પ્રકારે રવિન્દ્ર જાડેજા પર ગુસ્સો વ્યક્ત કરે તે બિલકુલ પણ યોગ્ય નથી. તેમ છતાં કોઈ તેમની મદદ કરી શકે તેમ નથી. સમગ્ર વર્ષ દરમિયાન ભારતીય ટીમે નિરાશાજનક પ્રદર્શન કરતા અને સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે.

    રવિન્દ્ર જાડેજા વાપસી કરે તો તેવી આશા રાખી શકાય કે, તે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન હશે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમવામાં આવશે, જેમાં રવિન્દ્ર જાડેજાના સારા પર્ફોર્મન્સની આશા કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: ક્યા યહી પ્યાર હૈ? ઉર્વશી રૌતેલાએ ફરીથી કાંડ કર્યો! ઋષભ પંતને જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાંનો ફોટો શેર કર્યો, ફેન્સ ભડક્યા

    વર્ષ 2017માં ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમ્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ સારી બોલિંગ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ આ ચાર મેચની સીરિઝમાં સૌથી વધુ 25 વિકેટ ઝડપી હતી.

    " isDesktop="true" id="1308932" >

    ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ તૈયાર:

    હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: India vs Sri Lanka, Ravindra Jadeja Axar Patel, રવિન્દ્ર જાડેજા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन