KKR vs MS dhoni: કોલકત્તા નાઇટ રાઇડર્સે એશિઝ (Ashes)ની ફિલ્ડીંગને વર્ષ 2016ની આઈપીએલ (IPL) સાથે સરખામણી કરતી તસવીર મૂકી, આ તસવીરમાં એમ.એમસ. ધોની અને ગૌતમ ગંભીર (Gautam Gambhir)ના કારણે ચાહકો આમને સામને આવી ગયા છે.
ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ ટેસ્ટ શ્રેણી (Ashes AUS vs ENG)ની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. એશિઝમાં ઓસ્ટ્રેલિયાએ ટાઇટ ફિલ્ડીંગ ગોઠવી તેની તસવીર સોશયિલ મીડિયામાં છવાઈ ગઈ છે. (Ashes Fielding Photo) આ તસવીરમાં દેખાતી ફિલ્ડીંગ જ કેકેઆર (KKR) દ્વારા વર્ષ 2016માં આઈપીએલમાં (IPL)માં લગાડવામાં આવી હતી. આ તસવીરને કેકેઆર દ્વારા ટ્વીટર પર (KKR Tweet) પર મૂકવામાં આવતા ધોની (MS dhoni)ના ચાહકો ખફા થઈ ગયા છે. કેકેઆરના આ ટ્વીટ પર ચેન્નાઈના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ જવાબ આપ્યો છે (Ravindra Jadeja). આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે.
Ashes ટેસ્ટના ચોથા દિવસે રવિવારે સિ઼ડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોનની બોલિંગ વખતે ઓસ્ટ્રેલિયાએ બેટ્સમેનને ઘેરવા માટે ટાઇટ ફિલ્ડીંગ ગોઠવી હતી. ક્રિકેટમાં આવી ટાઇટ ફિલ્ડીંગ અવારનવાર જોવા મળે છે.જોકે, ટી-20 ક્રિકેટમાં આવી ફિલ્ડીંગનો કોઈ અર્થ નથી. એ પણ આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં આવી ફિલ્ડીંગ ક્યારેય જોવા મળતી નથી.
જોકે, વર્ષ 2016માં કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે એમ.એસ. ધોની સામે આ ફિલ્ડીંગ લગાડી હતી. ધોની ત્યારે પુણેની ટીમમાંથી રમી રહ્યો હતો. આ વખતે પિયૂશ ચાવલાની બોલિંગમાં ધોનીને ઘેરવા માટે ગંભીરે આવી ફિલ્ડીંગ લગાવી હતી.
આ તસવીરને એશિઝ સાથે સરખાવતા કેકેઆરના ટ્વીટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે ટી-20નો માસ્ટર સ્ટ્રોક. જોકે,આ માસ્ટર સ્ટ્રોક દ્વારા ધોનીની મજાક ઉડાવવાનો પ્રયાસ થતા એમ.એસ. ધોની અને ગૌતમ ગંભીરના ચાહકો વચ્ચે ટ્વીટર પર શાબ્દિક જંગ છેડાયો છે.
જાડેજાએ આપ્યો જવાબ
કેકેઆરના ટ્વીટ પર લખવામાં આવ્યું હતું કે જ્યારે ટેસ્ટ ક્રિકેટની ક્લાસિક ચાલને ટી-20માં માસ્ટર સ્ટ્રોક તરીકે ઉપયોગમાં લેવાઈ હતી તેની યાદગીરી. આ ટ્વીટના જવાબમાં સીએસકેના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ જવાબ આપ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ આ ટ્વીટના જવાબમાં લખ્યું કે 'આને માસ્ટર સ્ટ્રોક ન કહેવાય દેખાડો કહેવાય' જાડેજાનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું છે. આ ટ્વીટ પર 25 હજારથી વધારે જવાબ આુપ્યો છે.
આઈપીએલની આ મેચમાં કેકેઆર 24 બોલ બાકી હતા ત્યારે ડીએલએસ મેથડથી જીતી ગયું હતું. ચેન્નાઈની ટીમ રમતમાંથી બહાર હતી ત્યારે ધોનીએ પુણેની ટીમમાંથી રમત રમી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર