Home /News /sport /જાડેજાનો લેટેસ્ટ VIDEO આવ્યો સામે, ચિતાની જેમ દોડતો ઓલરાઉન્ડર ચાલવામાં પણ લડખડાયો

જાડેજાનો લેટેસ્ટ VIDEO આવ્યો સામે, ચિતાની જેમ દોડતો ઓલરાઉન્ડર ચાલવામાં પણ લડખડાયો

રવિન્દ્ર જાડેજા વીડિયો

Ravindra Jadeja's latest Video: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    નવી દિલ્હી: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. શેર કરેલા વીડિયોમાં તે સફેદ કલરની ટી-શર્ટ સાથે બ્લેક કલરના હાફ પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના જમણા ઘૂંટણમાં પટ્ટી જોવા મળે છે.

    જાડેજા હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેના ઘૂંટણની સર્જરી થઈ હતી. આ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાંથી બહાર હતો. આટલું જ નહીં, તે બુધવારથી શરૂ થનારી આફ્રિકન ટીમ સામેની T20 શ્રેણી અને ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ શકશે નહીં.


    જણાવી દઈએ કે, જાડેજાએ એશિયા કપ 2022માં પાકિસ્તાન અને હોંગકોંગ સામેની પ્રથમ બે મેચમાં ભાગ લીધો હતો. તે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમમાં જરૂરી સંતુલન પ્રદાન કરે છે. એટલું જ નહીં તેની હાજરીમાં કેપ્ટન અને કોચની ઘણી સમસ્યાઓ આસાન બની જાય છે. જાડેજાની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે.




    પોતાની વરિષ્ઠ કારકિર્દીમાં (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ), જાડેજાએ ઘરેલું ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ-એ અને આઈપીએલ મેચો સહિત 7000 ઓવરની બોલિંગ કરીને સમગ્ર ફોર્મેટમાં 630 મેચોમાં 897 વિકેટ લીધી છે. તેણે સિનિયર લેવલ પર 13,000 રન બનાવ્યા છે. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં ઘણો સમય લાગશે, કારણ કે તેને સર્જરી બાદ સખત રિહૈબના લાંબા ગાળામાંથી પસાર થવું પડશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, રવિન્દ્ર જાડેજા

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन