Home /News /sport /

રવીન્દ્ર જાડેજા માટે આ ખેલાડીની વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી કરી દેશે વિરાટ કોહલી!

રવીન્દ્ર જાડેજા માટે આ ખેલાડીની વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી કરી દેશે વિરાટ કોહલી!

રવીન્દ્ર જાડેજા માટે આ ખેલાડીની વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી કરી દેશે વિરાટ કોહલી!

જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ અને પાંચમી વન-ડેમાં 9.5 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઓલરાઉન્ડરની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે

    આઈસીસી વર્લ્ડ કપ-2019 નજીક આવી રહ્યો છે અને તેને લઈને બધી ટીમો પોતાના બેસ્ટ ખેલાડીઓને શોધવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ રેસમાં ટીમ ઇન્ડિયા પણ સામેલ છે. જેમાં સૌથી વધારે ચર્ચા રવીન્દ્ર જાડેજાની થઈ રહી છે. ઓલરાઉન્ડરને લઈને ટીમ ઇન્ડિયાની સ્થિતિ મુંઝવણભરી છે.

    છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યાએ રમતના બધા ફોર્મેટમાં પોતાના દમદાર પ્રદર્શનથી આ ખાલી સ્થાનને ભરવાનો પ્રયત્ન કર્યો હતો પણ હાલ તે ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાંથી બહાર છે. તેની ગેરહાજરીમાં જાડેજાને તક મળી હતી અને તેનો તેણે ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. જોકે તે બધા ફોર્મેટમાં સ્પેશ્યાલિસ્ટ ગણાવવાનો દમ રાખે છે તે સવાલ છે.

    જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ અને પાંચમી વન-ડેમાં 9.5 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઓલરાઉન્ડરની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ટીમ પાસે એકથી વધારે ઓલરાઉન્ડર હોય તો ટીમને ફાયદો મળી શકે છે.

    કોહલી વિન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પછી કહ્યું હતું કે જાડેજાએ ટેસ્ટ મેચોમાં પણ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે


    કોહલી વિન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પછી કહ્યું હતું કે જાડેજાએ ટેસ્ટ મેચોમાં પણ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે રમતને સારી રીતે જાણે છે. તેણે ઘણી મહેનત કરી છે ખાસ કરીને સફેદ બોલથી.

    આ પણ વાંચો - બર્થ ડેને સ્પેશ્યલ બનાવવા વિરાટ અને અનુષ્કાએ કરી છે ખાસ તૈયારી

    જાડેજા 2018માં ફક્ત 4 ટેસ્ટ રમ્યો છે. જેમાં તેણે 21.55ની એવરેજથી 18 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડેમાં તેણે 8 મેચમાં 24.57ની એવરેજથી 14 વિકેટ ઝડપી છે. આમ તેનું શાનદાર પ્રદર્શન જોતા તેને વર્લ્ડ કપમાં તક મળી શકે છે. જોકે તેના તક મળશે તો યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલને ટીમમાંથી બહાર બેસવું પડશે. જે હાલ વન-ડે ક્રિકેટમાં સ્ટાર બોલરોમાં સામેલ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Team india, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી

    આગામી સમાચાર