Home /News /sport /IPL સમયે છોડવું પડ્યું કેપ્ટન પદ, ગંભીર ઇજા બાદ હેરાન થયો, હવે મેદાન પર તોફાનની જેમ ઉતર્યો ગુજ્જુ ક્રિકેટર
IPL સમયે છોડવું પડ્યું કેપ્ટન પદ, ગંભીર ઇજા બાદ હેરાન થયો, હવે મેદાન પર તોફાનની જેમ ઉતર્યો ગુજ્જુ ક્રિકેટર
રવિન્દ્ર જાડેજા
RAVINDRA JADEJA: રવિન્દ્ર જાડેજાને ગયા વર્ષે એશિયા કપ દરમ્યાન ઘૂંટણની ઈજા થઈ હતી. આ પછી તેની સર્જરી થઈ હતી. જેથી જાડેજાને લગભગ 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવુ પડ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ મુંબઈ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતે એક સમયે 40 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પણ પછી કેએલ રાહુલે રવિન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે અણનમ 108 રનની ભાગીદારી કરીને ભારતને મેચ જીતાડયું હતું. આ સાથે જ 3 વન-ડેની આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. ભારતની જીતમાં કેએલ રાહુલની ઇનિંગ્સ જેટલી મહત્વની હતી તેટલી જ કિંમતી જાડેજાની બેટિંગ પણ રહી હતી. તેણે સમજદારીપૂર્વક કેએલ રાહુલ સાથે ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને જીતાડ્યા બાદ તેણે રાહતનો શ્વાસ લીધો હતો.
રવિન્દ્ર જાડેજાને ગયા વર્ષે એશિયા કપ દરમ્યાન ઘૂંટણની ઈજા થઈ હતી. આ પછી તેની સર્જરી થઈ હતી. જેથી જાડેજાને લગભગ 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવુ પડ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતાં જાડેજા હવે બેધારી તલવારથી કંઈ કમ નથી રહ્યો. તે માત્ર પોતાની બોલિંગથી નહી જ નહી પણ પોતાની શાનદાર બેટિંગથી પણ વિરોધી ટીમના ધૂળ ચટાવી રહ્યો છે.
જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કર્યું અને નાગપુરમાં પ્રથમ ટેસ્ટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં 70 રનની ઈનિંગ રમી અને 7 વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે 9 મહિના બાદ તેની કમબેક ODIમાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જાડેજાનું કમબેક બાદ શાનદાર પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 45 રન બનાવ્યા હતા અને 46 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. આ બંને વિકેટ જરૂરી બેટ્સમેનોની હતી. એટલે કે જ્યારથી તેણે પીચ પર કમબેક કર્યું ત્યારથી તે ટીમને પોતાની બોલિંગ અને બેટિંગ બંનેથી જીત અપાવવામાં મદદ કરી રહ્યો છે. ટેસ્ટ હોય કે વનડે બંને ફોર્મેટમાં કમબેક કર્યા બાદ જાડેજા ફિટ અને હિટ દેખાઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુધ્ધની ટેસ્ટ સિરીઝમાં 22 વિકેટ ઝડપ્યા હતા
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટમાં 161 ઓવર નાંખી અને 18.86 ની એવરેજથી કુલ 22 વિકેટ ઝડપી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં માત્ર 2 બોલર મેચમાં 10 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જાડેજા તેમાંથી એક હતો. ઓછામાં ઓછી 150 ટેસ્ટ વિકેટ ધરાવતા 13 લેફ્ટ હેન્ડ સ્પિનરોમાંથી કોઈની એવરેજ જાડેજા (24.40) કરતા સારી નથી. તે બોલર અને મેચ વિનર તરીકે કેટલો અસરકારક છે તે કહેવા માટે આ આંકડા પૂરતા છે.
IPLમાં અધવચ્ચે જ છોડવી પડી હતી કેપ્ટનશીપ
ભારતીય ઓલરાઉન્ડર જાડેજા માટે ગત વર્ષ બહુ સારું રહ્યું ન હતું. IPL 2022 ના 2 દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ છોડવાના કારણે જાડેજાને ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, આ મહત્વનુ પદ મળ્યા બાદ પણ જાડેજા તેમાં શાનદાર પ્રદર્શન ન કરી શક્યો નહોતો. સીએસકે પ્રથમ 8 મેચમાંથી 6 મેચ હારી ગઈ હતી. આ પછી રવિન્દ્ર જાડેજાએ સિઝનના મધ્યમાં ફરીથી ધોનીને કેપ્ટનશિપ સોંપવી પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર