Home /News /sport /RAVINDRA JADEJA: રણજીમાં બાપુની વાપસી! રવિન્દ્ર જાડેજાએ બોલાવ્યો સપાટો, એકસાથે જુઓ કેટલી વિકેટ ઝડપી

RAVINDRA JADEJA: રણજીમાં બાપુની વાપસી! રવિન્દ્ર જાડેજાએ બોલાવ્યો સપાટો, એકસાથે જુઓ કેટલી વિકેટ ઝડપી

રવિન્દ્ર જાડેજા

RAVINDRA JADEJA RANJI: રવીન્દ્ર જાડેજા કે જે લેફટ આર્મ સ્પિનર છે તેણે સાત વિકેટ્સ લેતાં બીજી ઇનિંગમાં 17.1 ઓવરમાં માત્ર 53 રન આપીને તામિલનાડુની ટીમને વેરવિખેર કરી દીધી હતી.

ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર થયેલ ગુજ્જુ ક્રિકેટ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ફરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરતા જ તરખાટ મચાવ્યો છે. રણજી ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ લઈને મેન્ચ ઈન્ટરનેશનલ ટીમ માટે ફરી દાવેદારી નોંધાવી દીધી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈજામાંથી રિકવર થયા બાદ ગુરુવારે તમિલનાડુ સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચની બીજી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપી છે.

ડાબા હાથના સ્પિનરે સાત વિકેટ્સ લેતાં બીજી ઇનિંગમાં 17.1 ઓવરમાં માત્ર 53 રન આપીને તામિલનાડુની ટીમને વેરવિખેર કરી દીધી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં માત્ર એક વિકેટ લીધી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવન માટે પોતાની દાવેદારી નોંધાવવા માટે સારું પ્રદર્શન કરીને સિલેક્શન માટે દબાણ સર્જયું છે.

સાઈ સુધરસન, નારાયણ જગદીસન, એમ શાહરૂખ ખાન, બાબા અપરાજિત, બાબા ઈન્દ્રજીથ, પ્રદોષ રંજન પોલ, વિજય શંકર, અજીથ રામ અને મણિમરણ સિદ્ધાર્થ આ મેચમાં જાડેજાના શિકાર બન્યા હતા.

સ્ટાર ઓલરાઉન્ડરે તેના આ ઈકોનોમીકલ વિકેટ ટેકિંગ સ્પેલ દ્વારા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બેગી ગ્રીન્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સિલેક્શન માટે તૈયારી દર્શાવી છે. નેશનલ સિલેક્ટર્સોએ સ્થાનિક ક્રિકેટમાં તેની ફિટનેસ અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લેઈંગ ઈલેવનમાં તેની પસંદગી કરી હતી.

સ્કોર કાર્ડ પર નજર :

રણજી મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્ર 266 રનનો પીછો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મુશ્કેલીભરી આ પિચ પર આ ટાર્ગેટનો પીછો કરવો અઘરો છે. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રની ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેઝના અંતિમ દિવસે કેપ્ટન જાડેજા મેચના રિઝલ્ટમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

સપ્ટેમ્બરથી ક્રિકેટથી અગળો જાડેજા :

જાડેજાને જમણા ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગયા સપ્ટેમ્બરમાં એશિયા કપ છોડવો પડ્યો હતો. આ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયામાં ICC T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો ન હતો, જ્યાં ઈંગ્લેન્ડ સામેની શરમજનક દસ વિકેટની હાર બાદ ભારત સેમિફાઈનલમાં જ બહાર થઈ ગયું હતું.

આ પણ વાંચો: MS Dhoni IN Film: ધોનીએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ કરી નવી ઇનિંગ, જુઓ શું રાખ્યું પહેલા જ પિક્ચરનું નામ

પસંદગીકારોએ તેને 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થનારી ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા હાફ માટે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું છે. શ્રેણીની બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે ત્યારબાદ અંતિમ બે ટેસ્ટ ધર્મશાળા અને અમદાવાદમાં મેચ રમાશે.
First published: