એક વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં આવતા જ હીરો બન્યો ધોનીનો ‘મિત્ર’
એક વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં આવતા જ હીરો બન્યો ધોનીનો ‘મિત્ર’
જાડેજાએ 10 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી
એશિયા કપમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું હતું. જાડેજાએ આ તકનો ફાયદો ઉઠાવતા શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી
એશિયા કપમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું હતું. જાડેજાએ આ તકનો ફાયદો ઉઠાવતા શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. જાડેજાએ સાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મિથુન અને મોસાડેક હુસેનને વિકેટ ઝડપી હતી. જાડેજાએ 10 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
જાડેજાનો લગભગ એક વર્ષ પછી ભારતની વન-ડે ટીમમાં સમાવેશ થયો છે. જાડેજા આ પહેલા છેલ્લે જુલાઈ 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. આ મેચમાં તેણે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 27 રન આપ્યા હતા. તેને કોઈ સફળતા મળી ન હતી. બેટિંગ કરવાની જાડેજાની તક મળી ન હતી. આ પછી જાડેજાને હાર કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયા અલગ-અલગ દેશ સામે 27 વન-ડે મેચ રમ્યું છે. હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતા જાડેજાને ભારતની ટીમમાં સ્થાન મળ્યું છે.
એશિયા કપમાં બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને જાડેજાને 2019ના વર્લ્ડ કપ માટે દાવો મજબુત બનાવ્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પણ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વન-ડેમાં જાડેજાનું પ્રદર્શન
જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળે છે અને તે આ આશા ઉપર ખરો ઉતરે છે. અત્યાર સુધી 136 વન-ડે મેચમાં તેણે 31.37ની એવરેજથી 1914 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી સામેલ છે. જ્યારે તેણે 35.87ની એવરેજથી 155 વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડના પ્રવાસે જગાવી આશા
ઇંગ્લેન્ડના પ્રવાસમાં જાડેજાને ઓવલ ટેસ્ટમાં રમવાની તક મળી હતી. આ પ્રવાસની અંતિમ ટેસ્ટ હતી. આ મેચમાં જાડેજાએ બેટિંગમાં પ્રથમ ઇનિંગ્સમાં અણનમ 86 અને બીજી ઇનિંગ્સમાં 13 રન બનાવ્યા હતા. આ સિવાય પ્રથમ ઇનિંગ્સમાં 4 અને બીજી ઇનિંગ્સમાં 3 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 37 ટેસ્ટમાં 178 વિકેટ ઝડપી છે અને 1295 રન બનાવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર