Home /News /sport /જાડૂ બર્થ-ડે સ્પેશ્યલ: ઓલરાઉન્ડરના રૂપમાં આવ્યો ટીમમાં બન્યો નંબર-1 બોલર

જાડૂ બર્થ-ડે સ્પેશ્યલ: ઓલરાઉન્ડરના રૂપમાં આવ્યો ટીમમાં બન્યો નંબર-1 બોલર

આજે વિરાટ બ્રિગેડ શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-0થી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. કોટલા પર 410 રનોના ટાર્ગેટ સામે લંકાએ ચાર વિકેટ ગુમાવી દીધી છે. આમાં ત્રણ ફટકા તો એકલા જાડૂએ જ આપી દીધા છે. જાડૂ આજે પોતાનો 28મો જન્મદિવસ દિલ્હીના કોટલા મેદાન પર ઉજવશે. રવિન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ ગુજરાતના જામનગરના નવાગામ ખાતે થયો હતો. જાડૂએ સૌ પ્રથમ સૌરાષ્ટ્ર તરફથી ફસ્ટ કલાસ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિજેતા ભારતીય અન્ડર 19 ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે જે 2008માં મલેસિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી.


જાડેજાએ 2009માં ભારતના શ્રીલંકા પ્રવાસ પર પોતાના આંતરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. આઠ ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ આ મેચમાં જાડેજાને એકપણ વિકેટ મળી નહતી, પરંતુ બેટિંગ કરતાં 60 રનની અણનમ ઈનિંગ રમી હતી.


2012માં જાડેજા દુનિયાનો 8મો અને પહેલો એવો ભારતીય ક્રિકેટર બન્યો જેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ટ્રિપલ સેન્ચ્યુરી ઠોકી. જાડૂથી પહેલા ત્રણ અથવા તેનાથી વધારે ત્રેવડી સદી સર ડોનબ્રેડમેન (6), બિલ પોન્સફર્ડ (4), વોલી હેમંડ (4), ડબ્લ્યૂબી ગ્રેસ (3), ગ્રીમ હિક (3), બ્રાયન લારા (3) અને માઈક હસી (3)ના નામ હતા. જોકે, પાછળથી (2013/14) ચેતેશ્વર પુજારા ત્રણ ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય ક્રિકેટર બની ગયો હતો.


jaj-640x376


જાડૂ FACTS


1. જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે અને તેમના પિતા અનિરૂદ્ધ સિંહ પ્રાઈવેટ સિક્યુરિટી એજેન્સીમાં વોચમેન હતા. 2005માં તેમની માતા લતાબેનનું એક એકસ્માતમાં નિધન થઈ ગયું હતું. માતાના અવસાન બાદ જાડૂ એટલો બધો દુ:ખી થઈ ગયો હતો કે, મેચ છોડવાનું પણ મન બનાવી લીધું હતું. માતાના મૃત્યું બાદ જાડેજાના મોટા બહેન નૈનાબેને રવિન્દ્ર જાડેજા અને આખા પરિવારને સંભાળ્યું હતું.

2. 2005માં જાડેજા ભારતની અંડર-19 રમી રહ્યો હતો, તે વખતે તેની ઉંમર 16 વર્ષ હતી. 2006માં શ્રીલંકામાં થયેલ અંડર-19 વર્લ્ડકપ જાડેજા રમ્યો હતો અને ટીમ રનર્સઅપ રહી હતી. ફાઈનલ મેચમાં જાડેજાએ પાકિસ્તાન વિરૂદ્ધ 3 વિકેટ ઝડપી હતી. 2008માં પણ જાડેજા અંડર-19 વર્લ્ડકપ ટીમનો ભાગ રહ્યાં હતા. ભારતે ખિતાબ જીત્યો અને જાડેજાએ 6 મેચોમાં 13ની એવરેજથી 10 વિકેટ ઝડપી હતી.

3. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જાડેજાએ 2006-07 દિલીપ ટ્રોફી સાથે ડેબ્યૂ કર્યું. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી અને રણજીમાં સૌરાષ્ટ્ર તરફથી જાડેજા રમ્યો. 2011 નવેમ્બરની શરૂઆતમાં જાડેજાએ ઓડિશા વિરૂદ્ધ ફસ્ટ ક્લાસ ક્રિકેટની પહેલી ટ્રિપલ સેન્ચ્યુરી (375 બોલ પર 314 રન) ફટકારી, ત્યાર બાદ નવેમ્બર 2012માં ગુજરાત વિરૂદ્ધ (303*) બીજી અને ડિસેમ્બર 2012માં રેલવે વિરૂદ્ધ ત્રીજી ત્રેવડી સદી (501 બોલ પર 331 રન) ફટકારી હતી.

4. 2008-09 રણજી સિઝનમાં જાડેજાએ 42 વિકેટ ઝડપી અને 739 રન ઠોક્યા, આ શાનદાર પ્રદર્શનને જોતા જાડૂને શ્રીલંકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં ઓલરાઉન્ડરના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ફાઈનલ મેચમાં તેને રમવાની તક મળી અને પહેલી જ મેચમાં જાડેજાએ 60 રનની અણનમ ઈનિંગ રમી નાંખી. જોકે, ભારતને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

5. ફેબ્રુઆરી 2013માં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય પ્રવાસ પર આવી અને ભારતે ટેસ્ટ સીરીઝ 4-0થી જીતી લીધી. આ સીરીઝમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ. જાડેજાએ કુલ 24 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાનું પડીકુવાળી નાંખ્યુ હતું. ચેમ્પિયન ટ્રોફી 2013ની ફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જાડેજાએ અણનમ 33 રન બનાવ્યા અને બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ભારતને ચેમ્પિયન બનાવવામાં જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

6. ઓગસ્ટ 2013માં આઈસીસી વનડે બોલિંગની રેકિંગમાં જાડેજા ટોપ પર પહોંચ્યો હતો. અનિલ કુંબલે બાદ જાડેજા પહેલો એવો ભારતીય બોલર બન્યો જે વનડે બોલિંગની રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો.

7. જાડેજાનું શાનદાર પ્રદર્શન ચાલું રહ્યું. 2016-17ની ઘરેલૂ સિઝનમાં જાડેજાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં 14 વિકેટ ઝડપી. ત્યાર બાદ ઈંગ્લેન્ડ (5 ટેસ્ટ) અને ઓસ્ટ્રેલિયા (4 ટેસ્ટ) વિરૂદ્ધ સીરીઝમાં ક્રમશ: 26 અને 25 વિકેટ ઝડપી હતી.

8. રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાયા હતા. જેમાં 10 વાગે રવિન્દ્ર જાડેજાનું રજવાડી ઠાઠ સાથે ફૂલેકું નિકળ્યું હતું. ફૂલેકામાં હવામાં ફાયરિંગ પણ થયાં હતાં. તેમજ રવિન્દ્રની બંને બહેનો સહિત જાનૈયાઓએ બેન્ડવાજાના તાલ સાથે ડાન્સ કર્યો હતો. બાદમાં રીવાબાનું સામૈયું કરવામાં આવ્યું હતું અને રવિન્દ્ર અને રીવાબા લગ્નમંડપમાં પહોંચ્યા હતા. જાડેજા 8 જૂન 2017ના દિવસે જાડૂ પિતા બન્યો હતો. રિવાબાએ અડધી રાત્રે બાળકીને જન્મ આપ્યો હતો.

First published:

Tags: Arvind kejrival, Team india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन