અશ્વિનના રહસ્યમય બોલથી બેટ્સમેન ચકમો ખાઈ ગયો, જુઓ VIDEO

અશ્વિને બીજી વખત આ પ્રકારની બોલિંગ કરી

અશ્વિને બીજી વખત આ પ્રકારની બોલિંગ કરી

 • Share this:
  તમિલનાડુ પ્રીમિયર લીગમાં ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર આર.અશ્વિનનો જાદુ જોવા મળી રહ્યો છે. તે ફક્ત બોલથી જ નહીં બેટિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે આ ટૂર્નામેન્ટમાં તેની બોલિંગનો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે. જેમાં તે એક હાથથી બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે.

  અશ્વિનની કેપ્ટનશિપવાળી ટીમ ડિંડીગુલ ડ્રેગન્સ અને મદુરઈ પૈંથર્સ વચ્ચે રમાયેલી મેચમાં અશ્વિને અજીબ પ્રકારની બોલિંગ કરી હતી. આ મુકાબલામાં અશ્વિને અંતિમ ઓવરમાં અનોખા અંદાજમાં બોલ ફેકતા બેટ્સમેન ચકમો ખાઈ ગયો હતો અને કેચ આપી બેઠો હતો. બોલ ફેંકતી વખતે અશ્વિને બોલને પોતાની પીઠ પાછળ છુપાવી રાખ્યો હતો અને ડાબા હાથને સહેજ પણ ન હલાવ્યા વગર જમણા હાથથી બોલ ફેક્યો હતો. બેટ્સમને આ બોલ પર કશું સમજણ પડી ન હતી અને તેણે લોંગ ઓન તરફ શોટ રમ્યો હતો. જ્યા ઉભેલા ફિલ્ડરે કેચ કરી લીધો હતો.


  અંતિમ ઓવરમાં વિપક્ષી ટીમને જીત માટે 32 રન બનાવવાના હતા. અશ્વિને ફક્ત 2 રન જ આપ્યા હતા. અશ્વિનની ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે.  અશ્વિને બીજી વખત આ પ્રકારની બોલિંગ કરી છે. આ પહેલા ચેપક સુપર જાઇલ્સ સામેની મેચમાં પણ અશ્વિને અલગ પ્રકારે બોલિંગ કરી હતી. આ સમયે અશ્વિને અધુરા એક્શનમાં બોલિંગ કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: