કોચ રવિ શાસ્ત્રીના પેટની તસવીર વાયરલ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

News18 Gujarati
Updated: August 9, 2018, 5:19 PM IST
કોચ રવિ શાસ્ત્રીના પેટની તસવીર વાયરલ, લોકો ઉડાવી રહ્યા છે મજાક
શાસ્ત્રીની આ તસવીર પર પ્રશંસકો ઘણી મજાક કરી રહ્યા છે

  • Share this:
ટીમ ઇન્ડિયાનો હાલના દિવસોમાં મંત્ર છે...રહો ફિટ, જીત મળશે સુપરહિટ. ટીમનો સુકાની વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે ઓળખાય છે. ખેલાડીઓ માટે ટીમમાં એન્ટ્રી કરવી હોય તો ફિટનેસ ટેસ્ટ એટલે કે યો-યો ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ખરાબ ફિટનેસ મજાકનો વિષય ની છે. રવિ શાસ્ત્રીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તેનું પેટ ઘણું બહાર દેખાઈ રહ્યું છે. શાસ્ત્રીની આ તસવીર પર પ્રશંસકો ઘણી મજાક કરી રહ્યા છે.

રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના કોચ બન્યા પછી પહેલા જેવા ફિટ દેખાતા નથી. જ્યારે તે કોમેન્ટેટર હતા તો તેમનું પેટ સાવ અંદર હતું અને તે ઘણા યુવાન દેખાતા હતા. જોકે વાર્ષિક 8 રોડ પગાર મેળવનાર શાસ્ત્રી હવે ઘણા ઓવરવેટ જોવા મળી રહ્યા છે.
આ પહેલા રવિ શાસ્ત્રી એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન પણ ટ્રોલ થયા હતા. મેચ દરમિયાન તે ઉંઘતા જોવા મળ્યા હતા, આ પછી પ્રશંસકોએ ઘણી મજાક ઉડાવી હતી.
First published: August 9, 2018, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading