Home /News /sport /સિલેક્શન નિયમમાં રવિ શાસ્ત્રી ઇચ્છે છે ફેરફાર, વર્લ્ડ કપની ભૂલ પર કરી દીધી મોટી વાત

સિલેક્શન નિયમમાં રવિ શાસ્ત્રી ઇચ્છે છે ફેરફાર, વર્લ્ડ કપની ભૂલ પર કરી દીધી મોટી વાત

રવિ શાસ્ત્રીએ આગળ જણાવ્યું કે, વર્લ્ડ કપમાં ત્રણ વિકેટ કિપર્સની પસંદગી પર હું પણ ખુશ ન હતો

Cricket news - રવિ શાસ્ત્રી (Ravi Shastri)ના કાર્યકાળ દરમિયાન વિદેશમાં ટીમ ઈન્ડિયાનું (Team India)પ્રદર્શન સારું રહ્યું હતું. જોકે કોચ તરીકે તેઓ ટીમને ICC ટ્રોફી અપાવી શક્યા ન હતા

નવી દિલ્હી : રવિ શાસ્ત્રી (Ravi Shastri)ના કાર્યકાળ દરમિયાન વિદેશમાં ટીમ ઈન્ડિયાનું (Team India)પ્રદર્શન સારું રહ્યું હતું. જોકે, કોચ તરીકે તેઓ ટીમને ICC ટ્રોફી અપાવી શક્યા ન હતા. હવે તેના સ્થાને રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. તેમણે 2019ના ODI વર્લ્ડ કપ (World Cup 2019) માં ટીમમાં ત્રણ વિકેટ-કીપરના સમાવેશ પર પહેલાથી જ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ ત્રણેય ખેલાડીઓ સેમિફાઈનલમાં રમ્યા હતા અને ટીમ ન્યૂઝીલેન્ડ સામે પણ હારી ગઈ હતી. હવે તેમણે પસંદગીના નિયમમાં ફેરફારની વાત કરી છે. તેઓ પણ કેપ્ટન અને કોચને તક આપવાના પક્ષમાં છે.

રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પસંદગીમાં કોચ અને કેપ્ટને તેમનો મત રાખવો જોઈએ. તેણે કહ્યું, ટીમ સિલેક્શનમાં કોચ અને કેપ્ટનને સામેલ કરવા જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો કોચ પાસે પૂરતો અનુભવ હોય. હું હતો, રાહુલ દ્રવિડ છે અને કેપ્ટને પણ તેની વાત રાખવી જોઈએ. તેમણે કહ્યું કે તે વર્લ્ડ કપમાં ત્રણ વિકેટકીપરની પસંદગીથી નાખુશ હતા, પરંતુ મેં ક્યારેય સિલેક્ટર્સના કામમાં દખલ નથી કરી.

આ પણ વાંચો - Ind Vs SA : પ્રથમ ટેસ્ટમાં ભારતનો 113 રને વિજય, આ છે ટીમ ઇન્ડિયાની જીતના 5 હીરો

રાયડૂ કે ઐય્યર આવી શકતા હતા ટીમમાં

રવિ શાસ્ત્રીએ આગળ જણાવ્યું કે, વર્લ્ડ કપમાં ત્રણ વિકેટ કિપર્સની પસંદગી પર હું પણ ખુશ ન હતો. તેની જગ્યાએ અંબાતી રાયડૂ અથવા શ્રેયસ ઐય્યરને સામેલ કરી શકાતા હતા. ધોની, ઋષભ પંત અને દિનેશ કાર્તિકને સાથે રાખવા પાછળ શું તર્ક હતો? પરંતુ જ્યાં સુધી મારી પાસેથી ફીડબેક કે ચર્ચા કરવામાં આવી ન હોય ત્યાં સુધી મેં ક્યારેય પણ સિલેક્ટર્સના કામમાં દખલ કરી નથી.

આ પણ વાંચો - IND vs SA : વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની

અંબાતી રાયડુ વર્લ્ડ કપ પહેલા છેલ્લી ટૂર્નામેન્ટમાં ટીમનો ભાગ હતા. પરંતુ જ્યારે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું તો તેઓ ચોંકી ગયા હતા. આ પછી ઘણો વિવાદ થયો હતો. તેમના સ્થાને વિજય શંકરને તક આપવામાં આવી હતી. રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટૂર્નામેન્ટમાં T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Team india, રવિ શાસ્ત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन