Home /News /sport /ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરી એક વખત રવિ શાસ્ત્રીની વરણી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરી એક વખત રવિ શાસ્ત્રીની વરણી

ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફરી એક વખત રવિ શાસ્ત્રીની વરણી કરવામાં આવી છે

માઇક હેસન બીજા અને ટોમ મૂડી ત્રીજા નંબરે રહ્યા, રવિ શાસ્ત્રી આગામી બે વર્ષ માટે ટીમ ઇન્ડિયાના કોચ પસંદ થયા

  ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફરી એક વખત રવિ શાસ્ત્રીની વરણી કરવામાં આવી છે. કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિએ વર્તમાન કોચ રવિ શાસ્ત્રીને કોચ તરીકે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. રવિ શાસ્ત્રી આગામી બે વર્ષ માટે ટીમ ઇન્ડિયાના કોચ પસંદ થયા છે. કપિલ દેવે કહ્યું હતું કે દાવેદારો વચ્ચે ઘણી ટક્કર જોવા મળી હતી. માઇક હેસન બીજા અને ટોમ મૂડી ત્રીજા નંબરે રહ્યા હતા.

  અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમને નજીકથી જાણતા હોવાના કારણે રવિ શાસ્ત્રીના પક્ષમાં આ નિર્ણય ગયો છે.  રવિ શાસ્ત્રી ટીમને સારી રીતે જાણે છે, દરેક ખેલાડીને જાણે છે. ભારતીય ક્રિકેટ ટીમની સિસ્ટમ ખબર છે. જ્યારે બીજા દાવેદારો માટે એક નવી શરુઆત કરવી પડત.

  કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિએ કોચના ઇન્ટરવ્યૂ લીધા હતા. સમિતિમાં અન્ય સભ્યોમાં પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા ક્રિકેટ શાંતા રંગાસ્વામી સામેલ હતા.

  આ કારણે શાસ્ત્રી બન્યા ફેવરિટ

  શાસ્ત્રી 2017માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા પછી રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ દરમિયાન ભારતે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. શાસ્ત્રીના માર્ગદર્શનમાં જુલાઈ 2017થી ભારતે 21 ટેસ્ટમાં 13માં જીત મેળવી છે. ટી-20માં 36 મેચમાંથી 25 મેચમાં જીત મેળવી છે. જ્યારે વન-ડેમાં 60 માંથી 43 મેચમાં જીત મેળવી છે. જોકે વર્લ્ડ કપમાં ટીમ સેમિ ફાઇનલથી આગળ વધી શકી ન હતી. આ પછી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન કોહલીના સાર્વજનિક સમર્થન પછી શાસ્ત્રીને 2021માં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ફરીથી જવાબદારી આપશે તો નિશ્ચિત હતું.

  મુંબઈમાં કોચ પદ માટે શુક્રવારે શરુ થયેલા ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલા રોબિન સિંહ ક્રિકેટ સલાહકાર સમિતિ સામે હાજર થયા હતા.  બીસીસીઆઈના મતે તેમની પાસે કોચ પદ અને સપોર્ટ સ્ટાફ માટે 2000થી વધારે અરજીઓ આવી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Kapil Dev, Team india, ભારતીય ક્રિકેટ ટીમ, રવિ શાસ્ત્રી

  विज्ञापन
  विज्ञापन