શાસ્ત્રીને આવ્યો ગુસ્સો, કહ્યું - જે લોકો બુટની દોરી પણ બાંધી શકતા નથી તે ધોની પર બોલી રહ્યા છે

News18 Gujarati
Updated: October 26, 2019, 3:39 PM IST
શાસ્ત્રીને આવ્યો ગુસ્સો, કહ્યું - જે લોકો બુટની દોરી પણ બાંધી શકતા નથી તે ધોની પર બોલી રહ્યા છે
જે લોકો બુટની દોરી પણ બાંધી શકતા નથી તે ધોની પર બોલી રહ્યા છે : રવિ શાસ્ત્રી

15 વર્ષ દેશ માટે રમનાર ખેલાડીને ખબર છે કે ક્યારે શું કરવું યોગ્ય છે : રવિ શાસ્ત્રી

  • Share this:
નવી દિલ્હી : વર્લ્ડ કપ 2019 (World Cup) પછી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ક્રિકેટથી દૂર છે. છેલ્લા ઘણા સમયથી તેની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી છે. ધોનીની નિવૃત્તિને લઈને બે જુથ બની ગયા છે. એક તો તેને હજુ મેદાનમાં જોવા માંગે છે અને બીજા એવા લોકો છે જે ઇચ્છે છે કે ધોની ક્રિકેટને અલવિદા કહી દે. દુનિયાના સૌથી સફળ વિકેટકીપર કેપ્ટનોમાંથી એક ધોની પોતાના ભવિષ્યને લઈને શું કરવાનો છે તે તો ફક્ત તે જ જાણે છે. તેના ભવિષ્ય ઉપર ઘણા દિગ્ગજો પોતાની સલાહ આપી ચૂક્યા છે. આવા સંજોગોમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri) ધોનીના સમર્થનમાં આવ્યા છે. ધોની ઉપર કોમેન્ટ કરનાર લોકોને જવાબ આપતા કહ્યું હતું કે જે લોકો પોતાના બુટની દોરી પણ યોગ્ય રીતે બાંધી શકતા નથી, તેવા લોકો ધોની ઉપર નિવેદન કરી રહ્યા છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પહેલા એ જોવાની જરુર છે કે તેણે દેશ તરફથી શું ઉપલબ્ધિઓ મેળવી છે. મને સમજણ પડતી નથી કે લોકોને આટલી કેમ ઉતાવળ છે કે ધોની જલ્દી નિવૃત્તિ લઇ લે. ભારતીય કોચે કહ્યું હતું કે કદાચ લોકો પાસે વાત કરવા માટે કોઈ મુદ્દો બચ્યો નથી. ધોનીને જાણનારા આ સારી રીતે જાણે છે કે તે જલ્દી ક્રિકેટથી દૂર થઈ જશે. શાસ્ત્રીએ કહ્યું હતું કે જે વાત જ્યારે થવાની છે તેને ત્યારે જ થવા દો.

આ પણ વાંચો - 19 વર્ષ જૂનું બ્લેઝર પહેરી BCCIનો બોસ બન્યો સૌરવ ગાંગુલી, જાણો કેમ

ભારતીય કોચે કહ્યું હતું કે ધોની પ્રત્યે નિવેદન કરવું તેના પ્રત્યે અસન્માનની ભાવના રાખવા જેવું છે. 15 વર્ષ દેશ માટે રમનાર ખેલાડીને ખબર છે કે ક્યારે શું કરવું યોગ્ય છે. જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું તો તેણે કહ્યું હતું કે રિદ્ધિમાન સાહાને કીપિંગ ગ્લવ્ઝ સોંપવાનો યોગ્ય સમય આવી ગયો છે. જ્યારે પણ ટીમની વાત આવે છે તે હંમેશા પોતાની યોજના અને વિચાર રાખે છે. ધોનીએ પોતાની રમતથી એ અધિકાર મેળવ્યા છે કે તે જાતે નિર્ણય લઈ શકે કે તેને ક્યારે નિવૃત્તિ લેવાની છે.
First published: October 26, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading