શું ગાંગુલી BCCI અધ્યક્ષ બનતા ખતરામાં છે રવિ શાસ્ત્રીની ખુરશી?

News18 Gujarati
Updated: October 15, 2019, 4:04 PM IST
શું ગાંગુલી BCCI અધ્યક્ષ બનતા ખતરામાં છે રવિ શાસ્ત્રીની ખુરશી?
શું ગાંગુલી BCCI અધ્યક્ષ બનતા ખતરામાં છે રવિ શાસ્ત્રીની ખુરશી?

ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે

  • Share this:
ભારતીય ક્રિકેટ (Indian Cricket) ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) હવે બીસીસીઆઈ(BCCI) નો સૌથી તાકાતવર વ્યક્તિ બની ગયો છે. ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે. ગાંગુલી જુલાઈ 2020 સુધી આ પદ પર રહેશે. ગાંગુલી અધ્યક્ષ બનવાથી તેના પ્રશંસકોમાં આનંદ છે તો બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ગાંગુલી અધ્યક્ષ પદ પર આવ્યા પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri)નું શું થશે. એ વાત કોઈથી અજાણ નથી કે ગાંગુલી અને શાસ્ત્રી વચ્ચે સંબંધો સારા નથી.

ગાંગુલી અને રવિ શાસ્ત્રીના સંબંધમાં ખટાશ ત્યારે આવી હતી જ્યારે રવિ શાસ્ત્રીને હેડ કોચ માટે યોગ્ય તરીકેથી અરજી ન કરવાને લઈને ગાંગુલીએ ફટકાર લગાવી દીધી હતી. જોકે બંને વચ્ચેની લડાઈ આ પહેલાની પણ છે.

રવિ શાસ્ત્રીએ એક ટીવી શો માં કહ્યું હતું કે મને સમયની શિસ્ત પસંદ છે. હું તેની સાથે સમજુતી કરતો નથી. એક વખત 2007માં બાંગ્લાદેશના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો મેનેજર હતો. અમે બધા બસમાં બેઠા હતા અને ગાંગુલીએ આવવામાં મોડુ કર્યું હતું. ત્યારે અમે તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે ગાંગુલીએ તેનો જવાબ આપ્યો હતો કે તમે શાસ્ત્રીનું સવારે ઇન્ટરવ્યૂ કરી શકો નહીં. તમે તેને બ્રેકફાસ્ટ શો પર ના બોલાવતા કારણ કે તેને યાદ રહેતું નથી. તે શું કહે છે. હું તેને મળીશ તો પુછીશ કે તમે શું કીધું હતું. મને લાગે છે કે આવું ક્યારેય થયું જ ન હતું.આ પણ વાંચો - સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું

આ પછી આવી રીતે વધ્યા મતભેદ
વાત 2017ની છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તત્કાલિન કોચ અનિલ કુંબલે (Anil Kumble) સાથે કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli)મતભેદ થયા હતા. જેના કારણે કુંબલેએ રાજીનામું આપ્યું હતું. નવા કોચની પસંદગી કરવા માટે ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવી હતી. જેમાં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) સામેલ હતા. કોહલીએ સમિતિને રવિ શાસ્ત્રીને કોચ બનાવવાની માંગણી કરી હતી. જોકે ગાંગુલી આમ કરવાના પક્ષમાં ન હતો પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતિ અને સીએસીના અન્ય સભ્યોને કારણે ગાંગુલીએ પાછળ હટવું પડ્યું હતું. આમ છતા ગાંગુલી સમય-સમયે કોચના વલણની ટિકા કરતો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે શાસ્ત્રીએ પોતાનું ઇન્ટરવ્યૂ સ્કાઇપ દ્વારા આપ્યું હતું અને તે આને લઈને ગંભીર ન હતો. શાસ્ત્રીએ પણ ઘણી વખત કહ્યું છે કે કેટલાક લોકો મારી અને ટીમની જાણી જોઈને બુરાઈ કરે છે.
First published: October 15, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading