નવા વર્ષની ઉજવણીમાં 'ડીજે વાલે બાબૂ' બન્યા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 1, 2018, 1:09 PM IST
નવા વર્ષની ઉજવણીમાં 'ડીજે વાલે બાબૂ' બન્યા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરી છે

રવિ શાસ્ત્રીએ ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને તેમના પ્રશંસકોને નવા વર્ષની શુભચ્છા પાઠવી હતી.

  • Share this:
સાઉથ આફ્રિકા સાથે ટીમ ઇન્ડિયાનો મુકાબલો 5 જાન્યુઆરીએ થશે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પોતાના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જોકે, આમાંથી ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનો અંદાજ પ્રશંસકોને ગમી ગયો.

રવિ શાસ્ત્રીએ ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને તેમના પ્રશંસકોને નવા વર્ષની શુભચ્છા પાઠવી હતી. ટ્વિટ કરેલી તસવીરમાં તેઓ ડીજેના રૂપમાં દેખાઈ રહ્યા છે. આ ફોટોને તેમના ફેન્સ શેર કરી રહ્યા છે. અમુક ફેન્સ તો તેમને ગીત વગાડવાની ફરમાઈશ પણ કરી રહ્યા છે.

તો, સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ઓપનર શિખર ધવનનો ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને કેપટાઉનમાં રસ્તાની વચ્ચે ભાંગડા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકામાં ટીમ ઇન્ડિયાનો પ્રવાસ 56 દિવસનો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સાથે ત્રણ ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે.

આ વખતે ખેલાડીઓ સાથે તેમનો પરિવાર પણ સાઉથ આફ્રિકામાં છે. અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે છે.

 
First published: January 1, 2018, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading