Home /News /sport /કોહલી-રોહિત વચ્ચે ક્યાં ગંધાયુ? સવાલ સાંભળીને સીધા જ ભડક્યા પૂર્વ કોચ શાસ્ત્રી
કોહલી-રોહિત વચ્ચે ક્યાં ગંધાયુ? સવાલ સાંભળીને સીધા જ ભડક્યા પૂર્વ કોચ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી
Rohit Shastri On Kohli Rohit: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અંગે મહત્વનુ નિવેદન આપ્યું હતું.
વિરાટ કોહલી અને રોહિત શર્માની કોલ્ડ વોર (Virat kohli - Roshit Sharma Cold War) અંગે ચાલતી અનેક ચર્ચાઓને વિશે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) વાત કરતાં હોય છે. તેઓ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે કોહલી અને રોહિત આંખમાં આંખ મિલાવીને ન જોતા હોવાના અને એક જ પેજ પર ન હોવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ ભારતીય ક્રિકેટના બે ધૂરંધરો વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલોની કોઈ પ્રમાણિકતા ન હતી, ત્યારે આ મામલો સમય જતાં પુલની નીચે પાણીની જેમ ઓગળી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, કોહલી અને રોહિત મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા દેખાયા છે. વર્લ્ડ કપ માટે રવાના થયા પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામે ઘરઆંગણે રમાયેલી સીરિઝ જીત્યા બાદ બંને એક ઇન્ટરવ્યુ માટે સાથે પણ બેઠા હતા.
કોઇ કોલ્ડ વોર હોય કે ન હોય, આ અહેવાલોના કારણે કોહલી અને રોહિતના ફેન્સ વચ્ચે ટ્વિટર હરિફાઈ (Twitter war)ની શરૂઆત થઇ ગઇ હતી. આ વાત એટલે સુધી વધી ગઇ કે તાજેતરમાં જ કોહલીના એક ચાહકે તામિલનાડુમાં રોહિતના એક ચાહકની હત્યા કરી નાખી હતી. બંને વચ્ચે વધુ સારો ખેલાડી કોણ છે તે અંગે ચર્ચા ગરમાઈ હતી અને આ અણબનાવ બનતા મિત્ર જ મિત્રનો હત્યારો બન્યો હતો.
“બધુ જ ફર્સ્ટ ક્લાસ છે”
શાસ્ત્રીએ જાણીતા પત્રકાર વિમલ કુમાર (Vimal Kumar)ને તેની યુટ્યુબ ચેનલ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એ બધુ તેલ લેવા ગયું. આ બધું તમારા લોકો માટે ફક્ત ટાઇમ પાસ છે. મારી પાસે તેના માટે સમય નથી. બધું બરાબર છે. તેમની વચ્ચે સારું ટ્યુનિંગ છે. બધું જ ફર્સ્ટ ક્લાસ છે. તેમની વચ્ચે 100 રનની ભાગીદારી થઈ હતી પરંતુ તમે લોકો તેને સ્ટ્રેચ કરી રહ્યા છો. કરતા રહો.
રવિ શાસ્ત્રીએ કોહલીના ફોર્મમાં પાછા ફરવા પર ભાર મૂક્યો હતો. લાંબા સમય સુધી ફોર્મમાં ન રહેલા વિરાટે હવે શાનદાર કમબેક કર્યુ છે. તાજેતરમાં કોહલીએ પ્રથમ ટી-20 સદી ફટકારી હતી અને ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પણ શાનદાર દેખાવ યથાવત રાખતાં ચાર અડધી સદી સાથે 296 રન ફટકારવાની સાથે રન-ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ. આમાં પાકિસ્તાન સામેની તેની અણનમ 82 રનની શાનદાર ઈનિંગનો પણ સમાવેશ થાય છે.
શાસ્ત્રીએ આગળ જણાવ્યું કે, મને લાગે છે કે તેની કારકિર્દીમાં તે તેની શ્રેષ્ઠ ટી -20 ઇનિંગ્સમાંની એક હશે. તેમાં કોઈ શંકા નથી, કારણ કે સ્ટેજ ઘણું મોટું હતું. તે પાકિસ્તાન સામે હતી, મેચ ભારત માટે મુશ્કેલ હતી. તેથી ત્યાં પ્રેશરમાં રન બનાવવા એ મોટી વાત છે. મારે કશું કહેવાની જરૂર નથી. વિશ્વએ તે જોયું છે, તેઓ જ નક્કી કરશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર