Video: મેચ દરમિયાન સૂઇ ગયા રવિ શાસ્ત્રી, હરભજને ઉડાવ્યો મજાક

રવિ શાસ્ત્રી ટીવીમાં સૂતા દેખાયા ત્યારે તરત જ હરભજને કહ્યું કે, 'રવિ શાસ્ત્રી અહીં ઝોંકુ ખાઇ રહ્યાં છે

  • Share this:
    ટીમ ઇન્ડિયાએ બર્મિંઘમમાં પહેલા ટેસ્ટની સાથે ટેસ્ટ સીરીઝનો સફર શરૂ થઇ ગયો છે. મેચના પહેલા દિવસના શરૂવાતના સેશનમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની વિકેટ લેવામાં સફળતા મળી રહી ન હતી. કદાચ તેના કારણે જ ચાલુ મેચમાં રવિ શાસ્ત્રી સૂઇ ગયા હતાં. હાં તમે સાચું જ વાંચી રહ્યાં છો કે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી લંચ પછી મેચની વચ્ચે જ સૂઇ ગયા.

    56 વર્ષના રવિ શાસ્ત્રી ડ્રેસિંગ રૂમમાં બેઠા હતાં ત્યારે તેમને એક ઝોંકુ આવી ગયું હતું જેનો વીડોયો વાયરલ થઇ રહ્યો છે. હરભજન સિંહે કોમેન્ટ્રી દરમિયાન તેમને ટ્રોલ કર્યાં હતાં. સોશિયલ મીડિયા પર પણ તેમનો ઘણો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.



    રવિ શાસ્ત્રી ટીવીમાં સૂતા દેખાયા ત્યારે તરત જ હરભજને કહ્યું કે, 'રવિ શાસ્ત્રી અહીં ઝોંકુ ખાઇ રહ્યાં છે. ઉઠો રવિ.' હરભજન આટલું બોલ્યો કે તરત જ તેમની પાસે બેઠેલા કોમેન્ટેટરો પણ હસી પડ્યાં હતાં.



    ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગડ, તે સમયે શાસ્ત્રીની બાજુમાં જ બેઠા હતાં અને કાનોમાં ઇયર ફોન લગાવીને કોમેન્ટ્રી સાંભળી રહ્યાં હતાં. હરભજને કોમેન્ટ્રીમાં જ તેમને કહ્યું કે સંજય મારો સંદેશો મળ્યો?



    તે સાંભળીન સંજય હંસન પણ હસવા લાગ્યા. જે સાંભળીને રવિ પણ જાગી ગયા, અને તેમને જ્યારે આખા મામલાની જાણ થઇ તો તે પણ હસવા લાગ્યાં. ટ્વિટર પર પણ લોકોએ શાસ્ત્રીની ઘણી મજા લીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published: