Home /News /sport /

કેમ મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક કરી હતી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત, રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

કેમ મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક કરી હતી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત, રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

તસવીર- Ravi Shastri Instagram

Ravi Shastri on MS Dhoni: પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (MS Dhoni Retirement) 15 ઓગસ્ટે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

  નવી દિલ્લી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni Retirement) ચાહકોને તેમના નિર્ણયની જાણકારી માત્ર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આપી હતી. જેમ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું, 2014માં એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી અને મેલબોર્ન ટેસ્ટના છેલ્લા દિવસે તેણે ટીમના ડાયરેક્ટર રવિ શાસ્ત્રી સાથે આ અંગે વાત કરી હતી. શાસ્ત્રીએ પોતાના નવા પુસ્તક Stargazing: The players in my life માં ધોનીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે ખુલાસો કર્યો છે.

  શાસ્ત્રીએ તેના પુસ્તકમાં તે દિવસની સંપૂર્ણ વિગતો આપી છે જે દિવસે ધોનીએ મેલબોર્ન ટેસ્ટ (26-30 ડિસેમ્બર 2014) ના અંત પછી અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાની વાત કરી હતી. શાસ્ત્રીએ પુસ્તકમાં લખ્યું છે કે, ધોનીના નિર્ણય વિશે કોઈને ખબર નહોતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી હતી. અમે છેલ્લા દિવસે મેચ ડ્રો કરી હતી. ધોનીએ પ્રેસ કોન્ફરન્સમાં જવું પડ્યું. ત્યાં જતા પહેલા તેણે મને કહ્યું કે, રવિભાઈ, જ્યારે હું પાછો આવું ત્યારે મારે મારા સાથી ખેલાડીઓ સાથે વાત કરવી પડશે. પછી મેં તેને કહ્યું કે તમે કેપ્ટન છો, એકદમ તમે વાત કરી શકો છો.

  ઘોની નિસ્વાર્થ અને નિડર વ્યક્તિ: શાસ્ત્રી

  શાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં આગળ લખ્યું કે, તે (ધોની) પ્રેસ કોન્ફરન્સમાંથી પરત ફર્યો અને જાહેર કર્યું કે, આ મારી છેલ્લી ટેસ્ટ મેચ હતી. ધોની એવી વ્યક્તિ છે. તે નિર્ભય અને નિ:સ્વાર્થ છે. તેણે મધ્યમ શ્રેણીમાં આટલો મોટો નિર્ણય લઈને આ સાબિત કરી દીધું હતું.

  ઘોની તે સમયે માત્ર 90 ટેસ્ટ રમ્યો હતો. તે સમયે ધોની ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો ખેલાડી હતો. તેની પાસે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ હતા. તે IPLમાં પણ રમી રહ્યો હતો. તેનું પોતાનું ફોર્મ સારું હતું અને તે 100 ટેસ્ટથી માત્ર 10 મેચ દૂર હતો. પરંતુ તેમ છતાં તેણે ક્રિકેટને બાય-બાય કહ્યું. તે એવા લોકોમાંથી નથી જે વિચારે છે કે, જો 100 અથવા 120 ટેસ્ટ કરવામાં આવે તો હું નિવૃત્ત થઈ જઈશ. તેને લાગ્યું કે, હવે ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ છે, તેથી તેણે તરત જ ટેસ્ટ છોડવાનો નિર્ણય કર્યો. દરેક વ્યક્તિ અલગ છે અને તે ધોનીની ગુણવત્તા છે, ફક્ત તે જ આ કરી શકે છે.

  ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં તેની પાસે 256 મેચ અને 38 સ્ટમ્પિંગ હતા. તે ભારતનો બીજો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 60 માંથી 27 ટેસ્ટ જીતી છે. વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધીમાં 37 ટેસ્ટ જીતી છે.

  આ પણ વાંચો: મેકિસ્કોની મહિલા બોક્સરને મેચ દરમિયાન થઈ ઈજા, 5 દિવસ બાદ હોસ્પિટલમાં મોત

  મે ઘોનીને નિર્ણય બદલા અંગે કહ્યું હતું: શાસ્ત્રી

  ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ શાસ્ત્રીએ આ પુસ્તકમાં ધોનીની નિવૃત્તિ વિશે આગળ લખ્યું છે કે મેં ધોનીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. તે હજુ પણ ટીમના 3 સૌથી યોગ્ય ખેલાડીઓમાંનો એક હતો. તેની પાસે તેની ટેસ્ટ કારકિર્દીને વધુ સુધારવાની તક હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: MS Dhoni Retirement, Team india

  આગામી સમાચાર