કોચ રવિ શાસ્ત્રી LIVE શો માં મર્યાદા ભૂલ્યા, પ્રશંસકોએ ઉડાવી મજાક!

કોચ રવિ શાસ્ત્રી LIVE શો માં મર્યાદા ભૂલ્યા, પ્રશંસકોએ ઉડાવી મજાક!
કોચ રવિ શાસ્ત્રી LIVE શો માં મર્યાદા ભૂલ્યા, પ્રશંસકોએ ઉડાવી મજાક!

જીત પછી રવિ શાસ્ત્રીએ સુનીલ ગાવસ્કર સાથે લાઇવ શો માં અજીબોગરીબ નિવેદન કર્યું

 • Share this:
  એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવ્યા પછી ભલે ટીમ ઇન્ડિયાની વાહ-વાહી થઈ રહી હોય પણ ટીમના કોચ રવિ શાસ્ત્રીને ફરી એક વખત મજાક ઉડાડવામાં આવી રહી છે. જીત પછી રવિ શાસ્ત્રીએ સુનીલ ગાવસ્કર સાથે લાઇવ શો માં અજીબોગરીબ નિવેદન કર્યું હતું. રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાની રોમાંચક જીત પછી એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેને ટીવી પર પ્રસારિત કે વેબસાઇટ પર લખી શકાય નહીં. શાસ્ત્રીના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં મજાક ઉડાડવામાં આવી રહી છે.

  બીજી તરફ એડિલેડ ટેસ્ટમાં જીત પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ તો એક શરુઆત છે. અમે અહીં ફક્ત મેચ જીતવા નહીં પણ શ્રેણી જીતવા આવ્યા છીએ. મને મારી ટીમના બોલરો પર ગર્વ છે. અમે ફક્ત ચાર બોલરો સાથે 20 વિકેટ ઝડપી હતી. જે એક મોટી સિદ્ધિ છે. આવું અમે પહેલા ક્યારેય કર્યું નથી. જો બેટ્સમેનો સારી રમત બતાવશે તો અમે આગામી ટેસ્ટ પણ જીતીશું.  બોલરોનો શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 31 રને વિજય મેળવ્યો છે. ભારતે આપેલા 323 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયા પાંચમાં દિવસે 291 રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 14 ડિસેમ્બરે રમાશે.

  આ પણ વાંચો - એડિલેડ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે બનાવ્યા આ 5 રેકોર્ડ
  First published:December 10, 2018, 14:12 pm