Ravi Shastri : પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ભડાસ કાઢી! BCCI અને કોચિંગ સ્ટાફ વિશે આપ્યું સ્ફોટક નિવેદન
Ravi Shastri : પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ભડાસ કાઢી! BCCI અને કોચિંગ સ્ટાફ વિશે આપ્યું સ્ફોટક નિવેદન
Ravi Shashti : રવિ શાસ્ત્રીએ આપેલા ઈન્ટરવ્યૂમાં બીસીસીઆઈ અને ટીમ ઈન્ડિયા અંગે મોટું નિવેદન કર્યુ
Ravi Shastri Former Head coach: ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈ (BCCI)માં કોની તરફ આંગળ ચીંધી, શું શાસ્ત્રીને કાઢવા માટે કોઈ લોબી સક્રિય હતી?
Ravi Shastri : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અત્યારે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli)ની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma)ને T20 અને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા રવિ શાસ્ત્રી (Ravi Shastri) ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયા હતા. મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીનો પ્રથમ કાર્યકાળ 2017 માં શરૂ થયો હતો, ત્યારબાદ 2019 માં તેમની ફરીથી નિમણૂક કરવામાં આવી હતી. હવે તેમના સ્થાને રાહુલ દ્રવિડ (Rahul Dravid) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી રહ્યાં છે. શાસ્ત્રી અને કોહલીની જોડીએ ત્રણેય ફોર્મેટમાં ધૂમ મચાવી, પરંતુ ICC ટ્રોફી જીતવામાં આ જોડી નિષ્ફળ રહી હતી. શાસ્ત્રીએ કોચ તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરીને એક સનસનીખેજ અને ચોંકાવનારો ખુલાસો (Ex Head Coach Ravi Shastri Interview) કર્યો છે. શાસ્ત્રીનું કહેવું છે કે કેટલાક લોકો એ નહોતા ઇચ્છતા કે શાસ્ત્રી ભારતીય ટીમના કોચ બને.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ક ઈન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, બીજા કાર્યાકાળામાં હું એક વિવાદમાં સપડાઈ ગયો હતો અને આ વાતની ખુશી એ લોકોના ચહેરા પર દેખાઈ રહી હતી જે મને આ કાર્યભાર સંભાળતા નહોતા જોવા માંગતા અને મને મારી જવાબદારીથી દૂર કરવા માંગતા હતા. તેમણે કોઈ બીજાની પસંદગી કરી અને પછી તે એ જ વ્યક્તિ પાસે પાછા આવ્યા જેને તેમણે બહાક હાંકી નાંખ્યો હતો. આ એ જ લોકો હતા જે ઈચ્છતા હતા કે ભરત અરુણ કોચિંગ સ્ટાફમાં શામેલ ન થાય.
તેઓ એ પણ ન હતા ઇચ્છતા કે હું ભરત અરુણને બોલિંગ કોચ બનાવું.
વધુમાં શાસ્ત્રીએ જણાવ્યું કે, હા, તેઓ એ પણ ન હતા ઇચ્છતા કે હું ભરત અરુણને બોલિંગ કોચ બનાવું. આજે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે હું જોઉં છું કે વસ્તુઓ કેવી રીતે બદલાઈ ગઈ. જે વ્યક્તિને તે બોલિંગ કોચ તરીકે જોવા નહોતા માંગતા તે જ વ્યક્તિએ શાનદાર રીતે પોતાનો રોલ નિભાવ્યો. હું કોઈના પર આંગળી નથી ઉઠાવતો પણ કેટલાક ખાસ લોકો હતા જે આવું ઈચ્છતા હતા. આ લોકોએ ભરપૂર પ્રયાસ કર્યા કે હું ભારતીય ટીમનો કોચ ન બનું, પણ આ જ જીવન છે.
રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ હોમ ગ્રાઉન્ડમાં બે વખત ટેસ્ટ શ્રેણીમાં હારનો સ્વાદ ચખાડ્યો છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ ટીમે સારું પ્રદર્શન કર્યું છે. ઘરઆંગણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે અજેય રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં T20 શ્રેણી જીતી હતી. ભારતની બેન્ચ-સ્ટ્રેન્થમાં પણ છેલ્લા ચાર વર્ષમાં અનેક ગણો વધારો થયો છે
ટીમ ઈન્ડિયાએ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન કુલ 43 ટેસ્ટ મેચ રમી જેમાં 25માં જીત અને 13માં હાર થઈ, જ્યારે 5 મેચ ડ્રો રહી હતી. ODIની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 79 મેચ રમી જેમાં 53માં જીત અને 23માં હાર થઈ.
બે મેચ ટાઈ રહી હતી અને એક અનિર્ણિત રહી હતી. T20ની વાત કરીએ તો 68 મેચમાં ભારતે 44માં જીત મેળવી અને 20માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 2 મેચ ટાઈ રહી હતી અને બે અનિર્ણિત રહી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર