ન્યૂઝ18 ગુજરાતી: ઓસ્ટ્રેલિયાની ધરતી પર કુલદીપ યાદવના શાનદાર પ્રદર્શન બાદ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, આગામી વર્લ્ડ કપ માટેની ટીમ માટે કુલદીપ યાદવ સ્પિનરોમાં પહેલી પસંદ હશે. કુલદીપે સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડ્રો થયેલી ચોથી ટેસ્ટની પહેલી પારીમાં પાંચ વિકેટ મેળવી હતી.
શાસ્ત્રીએ કહ્યું, 'કુલદીપ આનાથી વર્લ્ડ કપના ખેલાડીઓની યાદીમાં આવી ગયો. તે કદાય વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગીની અંતિમ યાદીમાં સામેલ થઇ શકે છે. કેમ કે, તેને કાંડા વડે સ્પિન કરવાનો લાભ મળે છે. અમને કદાય અન્ય બે અંગુલી સ્પિનરો વચ્ચે પસંદગીની જરૂર પડશે.'
યુવા વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતે પણ 350 રન બનાવી પ્રભાવિત કર્યા છે અને આ તે સૌથી રન કરનારા ખેલાડીઓમાં બીજા નંબરે છે. જોકે, તેને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
શાસ્ત્રીએ કહ્યું કે પંતને મેચ ફિનિશ કરવાની કળા શીખવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે વર્લ્ડ કપ દરમિયાન ભારત માટે સૌથી મહત્વનું હશે. તેમણે કહ્યં કે, એટલે અમે તેને પાછા જવા કહ્યું. કેમ કે, તે સતત ક્રિકેટ રમી રહ્યો છે. મને લાગે છે કે તેને બે અઠવાડિયાના બ્રેકની જરૂર છે અને પછી તે ભારત એ ટીમ સાથે જોડાયેલો છે.
ટિકાકારો અંગે શાસ્ત્રીએ કહ્યું, લોકો શું કહે છે, તેની કોણ ચિંતા કરે છે? સ્કોરબોર્ડને જુઓ, પરિણામ જુઓ અને બાકી બધુ ઇતિહાસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર