ધોનીની નિવૃત્તિની અટકળો પર શાસ્ત્રી બોલ્યા - બધુ બકવાસ છે, તે ક્યાંય જઈ રહ્યો નથી

News18 Gujarati
Updated: July 19, 2018, 2:20 PM IST
ધોનીની નિવૃત્તિની અટકળો પર શાસ્ત્રી બોલ્યા - બધુ બકવાસ છે, તે ક્યાંય જઈ રહ્યો નથી

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ એ બધી અટકળોને ફગાવી દીધી છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની નિવૃત્તિ લઈ શકે છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે પછી પૂર્વ સુકાનીએ અમ્પાયર પાસેથી મેચમાં ઉપયોગ કરેલ બોલની માંગણી કરી હતી. આ પછી અટકળો કરવામાં આવી હતી કે ધોની નિવૃત્તિ લઈ રહ્યો છે. શાસ્ત્રીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે ધોની બોલિંગ કોચ ભરત અરુણને બોલ બતાવવા માંગતો હતો. તે ભરતને ઘસાયેલો બોલ દેખાડવા માંગતો હતો જેથી પરિસ્થિતિ પ્રમાણે સામાન્ય સલાહ લઈ શકે.

પોતાની શૈલીમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની અહીં જ રહેશે, તે નિવૃત્તિ લે તેવો કોઈ સવાલ જ નથી. બધુ બકવાસ છે. ધોની ક્યાંય જઈ રહ્યો નથી. ધોની સામાન્ય રીતે આવું કરતો નથી કારણ કે મેચ જીત્યા પછી તે સ્ટમ્પ ભેગા કરે છે. ત્રીસ સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ધોનીના નિવૃત્તિની અટકળો લાગી હતી.

ધોનીના નિવૃત્તિનો મુદ્દો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. તેણે એક વખત ઓસ્ટ્રેલિયન પત્રકારના સવાલના જવાબમાં સંકેત આપ્યો હતો કે ઓછામાં ઓછા 2019ના વર્લ્ડ કપ સુધી તે રમવાનો છે. ધોનીએ અત્યાર સુધી 321 વન-ડેમાં 10046 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 67 અડધી સદી સામેલ છે. વન-ડે ક્રિકેટમાં 10 હજારથી વધારે રન બનાવનાર ધોની ભારતનો ચોથો અને વર્લ્ડનો 12મો ક્રિકેટર છે.
First published: July 19, 2018, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading