નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની ચોથી ટેસ્ટ દરમિયાન મોટો ફટકો પડ્યો છે. ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri Covid 19 positive), બોલિંગ કોચ ભરત અરુણ (Bharat Arun)અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર (R Sridhar)કોરોના પોઝિટિવ (covid 19 positive)આવ્યા છે. ત્રણેયનો ટેસ્ટ રિપોર્ટ સોમવારે મળ્યો અને ત્રણેય પોઝિટિવ આવ્યા છે. તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
4 સપ્ટેમ્બરની સાંજે COVID-19 માટે રવિ શાસ્ત્રીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આ પછી તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય 4 સપોર્ટ સ્ટાફને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે. બધા ખેલાડીઓ ચોથા દિવસની રમત માટે ઉતરતા પહેલા બીજી વખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને રમવાની મંજૂરી આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રવિ શાસ્ત્રીના ગળામાં ખરાશ જેવા હળવા લક્ષણો છે અને તે હાલના સમયે આઈસોલેટમાં છે. એમ માનવામાં આવી રહ્યું છે કે 59 વર્ષીય શાસ્ત્રીએ ટીમ હોટલમાં પોતાના પુસ્તક વિમોચનમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તે વાયરસના સંપર્કમાં આવ્યા હતા. કાર્યક્રમ માટે બહારના મહેમાનોને મંજૂરી આપવામાં આવી હતી. રવિ શાસ્ત્રી સિવાય ભરત અરુણ, નીતિન પટેલ અને શ્રીધ વ્યક્તિગત રૂપથી કાર્યક્રમમાં સામેલ થયા હતા.
બેટિંગ કોચ વિક્રમ રાઠોરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બેશક, અમે રવિ ભાઈને મિસ કરીશું, રવિ ભાઈ, ભરત અરુણ અને આર શ્રીધર આ ટીમના એક અંત્યત મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેમણે પાંચ-છ વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. સવારે જ્યારે રિપોર્ટ આવ્યો તો થોડો વિચલિત કરનારો હતો. અમે નિર્ણય કર્યો છે કે અમારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અમે અહીં શ્રેણી રમવા માટે આવ્યા છીએ અને મને લાગે છે કે ખેલાડીઓએ પરેશાન ના થઇને સારું કર્યું. જે રીતે તેમને પોતાને સંભાળ્યા છે તેનો શ્રેય બધાને જાય છે.
રવિ શાસ્ત્રી હવે માન્ચેસ્ટરમાં રમાનાર શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ સાથે જઈ શકશે નહીં. તે સ્વદેશ વાપસી પહેલા પોતાનો આઈસોલેશન પૂરો થયા પછી ફરીથી ટેસ્ટ કરાવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ભારત પરત ફરી શકશે. બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિગં કોચ શ્રીધર પણ હવે પાંચમી ટેસ્ટનો ભાગ બની શકશે નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર