Ravi Shastri Angry On Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઇ છે જ્યા તેને 3-3 મેચની વન ડે અને ટી-20 સીરિઝમાં ભાગ લેવાની છે. આ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા સહિત સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે જેને કારણે હાર્દિક પંડ્યાને ટી-20 અને શિખર ધવનને વન ડે સીરિઝમાં ટીમની કેપ્ટન્સી સોપવામાં આવી છે. ચોકાવનારી વાત આ છે કે હેડ કોચ રાહુલ દ્રવિડને પણ બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ન્યૂઝીલેન્ડ ગયા છે.
રવિ શાસ્ત્રીએ ઉઠાવ્યા દ્રવિડ પર સવાલ
રાહુલ દ્રવિડના બ્રેક લેવા પર રવિ શાસ્ત્રીએ સવાલ ઉભા કર્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યુ કે એક કોચે વ્યાવહારિક હોવુ જોઇએ, પોતાના ખેલાડીઓ સાથે વધુ સમય વિતાવવો જોઇએ અને વારંવાર બ્રેક લેવો ના જોઇએ. આ પ્રથમ વખત નથી જ્યારે દ્રવિડે આરામ લીધો છે. આ પહેલા તે આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ ગયો નહતો. બન્ને પ્રસંગે વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ટીમ સાથે જોડાયા હતા.
રવિ શાસ્ત્રીએ પ્રાઇમ વીડિયો દ્વારા આયોજિત એક કોલ દરમિયાન પત્રકારોને કહ્યુ, હું બ્રેકમાં વિશ્વાસ નથી કરતો. હું પોતાની ટીમ અને ખેલાડીઓને સમજવા માંગુ છુ અને પછી તે ટીમના નિયંત્રણમાં રહેવાનું પસંદ કરૂ છુ. ઇમાનદારીથી કહુ તો તમારે આટલા બ્રેકની શું જરૂરત છે? તમને આઇપીએલમાં બે-ત્રણ મહિના મળે છે. જે એક કોચના રૂપમાં આરામ કરવા માટે પુરતા છે. બીજી વાત જે મને લાગે છે કે તે એક કોચે વ્યાવહારિક હોવુ જોઇએ પછી તે કોઇ પણ હોય.
રવિ શાસ્ત્રીએ ઇંગ્લિશ ક્રિકેટની પ્રશંસા કરી
રવિ શાસ્ત્રીએ કહ્યુ, ભારતીય ટીમ પાસે ખેલાડીઓ માટે રોલની ઓળખ કરવા, મેચ વિજેતાઓની ઓળખ કરવા અને ઇંગ્લેન્ડના ટેમ્પલેટ પર ઘણી હદ સુધી જવાની તક છે. ઇંગ્લેન્ડ એક એવી ટીમ છે જેને વાસ્તવમાં પકડ બનાવી છે. 2015 વર્લ્ડકપ પછી ઇંગ્લિશ ક્રિકેટમાં જોરદાર વિવાદ થયો હતો, તેમણે ચર્ચા કરી અને નક્કી કર્યુ કે તે લિમિટેડ ઓવર્સ ફોર્મેટ માટે બેસ્ટ ખેલાડીઓને શોધશે.
ગત વર્ષે કોચ બન્યા હતા રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા હતા. દ્રવિડે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. જોવામાં આવે તો દ્રવિડનો અત્યાર સુધીનો કાર્યકાળ ખાસ રહ્યો નથી. આ દરમિયાન ભારતીય ટીમ દ્વિપક્ષીય સીરિઝ જીતવામાં જરૂર સફળ રહી છે પરંતુ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન બરાબર રહ્યુ નથી. આ વર્ષે યોજાયેલ એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે નિરાશ થવુ પડ્યુ હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર