રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ 15મીએ ઈંગ્લેન્ડથી થશે રવાના, આ નિયમનું કરવું પડશે પાલન

કોચ રવિ શાસ્ત્રી સહિત ત્રણ સપોર્ટ સ્ટાફ સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ભરત અરુણને કોઈ સમસ્યા નથી અને તેમને વધુ કોઈ લક્ષણો નથી. આવી સ્થિતિમાં, ત્રણેય સોમવારે તેમનો RT-PCR ટેસ્ટ કરાવશે અને જો બધુ બરાબર થશે તો તેઓ 15 સપ્ટેમ્બરે ઘરે જવા માટે રવાના થઈ શકે છે.

  • Share this:
    માનચેસ્ટર: ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ઉપરાંત, તેમના સપોર્ટ સ્ટાફના સાથી ખેલાડીઓ ભરત અરુણ અને આર શ્રીધર બુધવારે ભારત રવાના થવાની ધારણા છે, જો કે તેમના આરટી-પીસીઆર (RT-PCR) રિપોર્ટ બે વખત પહેલા નેગેટિવ આવે. શાસ્ત્રી ઓવલ ખાતે ચોથી ટેસ્ટ પહેલા કોવિડ -19 ટેસ્ટમાં (Corona) પોઝિટિવ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેઓ 4 સપ્ટેમ્બરથી કોરેન્ટીનમાં હતા. અરુણ અને શ્રીધર સાથે તેમનું 10 દિવસનું કોરેન્ટીન સોમવારે સમાપ્ત થવાની આશા છે.

    ભારતીય ટીમે યુકે છોડતા પહેલા ત્રણેયને RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવવું જરૂરી છે. તે પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) પછી દુબઈમાં અઘરા 'બાયો-બબલ'માં સામેલ થવાની અપેક્ષા છે, જ્યારે ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપ અભિયાન માટે ભેગા થાય છે. આઇપીએલની 14મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી અને ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી રમાશે.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “રવિ, શ્રીધર અને અરુણને કોઈ સમસ્યા નથી અને તેમને વધુ કોઈ લક્ષણો નથી. તેઓ સોમવારે તેમની RT-PCR ટેસ્ટ કરાવશે અને જો બધુ બરાબર ચાલશે તો તેઓ 15 સપ્ટેમ્બરની નીકળી શકે છે. અંતિમ નિર્ણય મેડિકલ ટીમ લેશે.

    આ પણ વાંચો: IPL 2021 પહેલા CSK માટે ખરાબ સમાચાર, 6 દિવસ પહેલા ધોનીનો મિત્ર થયો ઈજાગ્રસ્ત

    ભારતીય ટીમનાના અન્ય સપોર્ટ સ્ટાફ સભ્યો સોમવારે બપોરે કોર્મશિયલ ફ્લાઇટમાં દુબઇ થઇને ભારત પહોંચશે. 8મી સપ્ટેમ્બરે પોઝિટિવ આવેલા જુનિયર ફિઝિયો યોગેશ પરમાર થોડા વધુ દિવસો માટે ક્વોરેન્ટાઇનમાં રહેશે અને પૂર્ણ થયા બાદ જ ઘરે જવા રવાના થશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published: