ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri )એ ચેતવણી આપતા કહ્યું છે કે આવનારા સમયમાં જો વિશ્વના ક્રિકેટ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) થોડા જ સમયમાં ક્રિકેટર્સના માનસિક થાકને દૂર કરવા માટે કશું નથી કરતા તો સંભવતઃ ખેલાડીઓ ઈન્ટરનેશનલ કમિટમેન્ટથી બહાર નિકળવાનો અથવા પીછે હઠ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જેને કારણે ક્રિકેટ પર ખરાબ અસર પડી શકે છે. શાસ્ત્રીએ ગત છ મહિનાથી બાયો સિક્યોર બબલ (bio-secure bubble)માં રમવાને કારણે ભારતીય ટીમના ક્રિકેટર્સમાં માનસિક અને શારીરિક થાક અંગે વાત કરી હતી. જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં ભારતીય ટીમ ક્વોલિફાય કરી શકી નથી.
ભારતીય ટીમના 59 વર્ષીય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે 2021 ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું જે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું તેનું કારણ બાયો સિક્યોર બબલનો થાક અને માનસિક તણાવ છે.
6 માસથી બાયો સિક્યોર બબલમાં રહી રહ્યાં છીએ.
શાસ્ત્રીએ પોતાની વાત કરતા કહ્યું કે, હું બહાના નહી બનાવું, પણ અમે ગત 6 માસથી બાયો સિક્યોર બબલમાં રહી રહ્યાં છીએ. અમે આઈપીએલ અને વર્લ્ડ કપ વચ્ચે એક મોટું અંતર હોય તે પસંદ કરીએ છીએ. આ ક્રિકેટર્સ પણ માણસો છે તે પેટ્રોલથી નથી ચાલતા.
પોતાની આ વાત શાસ્ત્રીએ નામીબિયા વિરુધ્ધ ભારતના અંતિમ સુપર 12 (Super 12)મેચ પહેલા સ્ટાર સ્પોર્ટ્સ પર કહી હતી. જણાવી દઈએ કે આ મેચમાં ભારતને 9 વિકેટે જીત મળી છે.
આરામની સખત જરૂરિયા
વધુમાં શાસ્ત્રી જણાવે છે કે, હું માનસિક રીતે થાકી ગયો છું પણ મને લાગે છે કે મારી ઉંમરમાં એવું થાય જ છે, પણ આ લોકોને માનસિક અને શારિરીક થાકથી બહાર આવવા માટે આરામની સખત જરૂરિયાત છે. શાસ્ત્રીએ કહ્યું કે હાલની ભારતીય ટીમ એક વિનિંગ ટીમ છે, પરંતુ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ પ્રત્યે સેવવામાં આવતી બેધ્યાની અને બેદરકારી ટીમના વિકાસમાં અવરોધ બની શકે છે.
પોતાની વાત પર ભાર આપતા શાસ્ત્રીએ કહ્યું છે કે, તમામ ક્રિકેટ બાર્ડ અને આઈસીસીએ હવે વિચારવાની જરૂર છે કે તે ખેલાડીઓના માનસિક થાકને દૂર કરવા માટે શું કરી શકે છે. તેમણે કહ્યું છે કે જો આપણે આ જ રીતે રમવાનું ચાલું રાખીશું તો ખેલાડીઓ ભવિષ્યમાં યોજાનારી સિરીઝમાંથી બહાર નીકળી જવાનું પસંદ કરશે. તમે ફેરફાર કરી શકો છો, યુવાનોની ભરતી કરી શકો છો પણ અંતમાં તો ભારત સારું રમે છે આ જ વાતથી લોકો ટીમને યાદ રાખશે. હું બધાને એકવાત જણાવી દઉં કે ભારતીય ટીમ એક વિનિંગ ટીમ છે.
ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમમાં એક્સ ફેક્ટરની કમી હતી, સાથે જ ખોલાડીઓના થાકને કારણે જે જોશ તેમનામાં હોવો જોઈતો હતો તે પણ ન દેખાયો. આવું ત્યારે થાય છે જ્યારે તમે કોઈ મોટી ગેમ રમી રહ્યાં હોવ અને તમારી પર તેનું સતત દબાણ હોય. આને કારણે તમે એ ફોર્મ નથી બતાવી શકતા, જે તમારે બતાવવું જોઈએ અને આ કોઈ બહાનું નથી. અમે હારને સ્વીકાર કરી કેમ કે અમે હારવાથી ડરતા નથી. જીત મેળવવાની પ્રયત્નોમાં તમે ક્યારેક હારી પણ શકો છો. અહીં ટીમે જીત મેળવવાનો પ્રયાસ જ ન કર્યો કેમ કે ટીમમાં એક્સ ફેક્ટરની જ કમી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર