Home /News /sport /વિરાટના આઉટ થવા પર જાતને આગ ચાંપી લેનાર રેલવે કર્મચારીનું મોત

વિરાટના આઉટ થવા પર જાતને આગ ચાંપી લેનાર રેલવે કર્મચારીનું મોત

દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ વિરાટ કોહલી ખરાબ રીતે આઉટ થયો જેનાથી દુખી થઈને મઘ્યપ્રદેશના રતલામમાં રિટાયર્ડ રેલકર્મચારીએ પોતાને જીવતો સળગાવી દીધો હતો જેનુ મોત નીપજ્યું છે. વિરાટ કોહલીનો આ ફેન ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ હતો.

પોલીસને આપેલ નિવેદનમાં ફેને કહ્યું હતું કે વિરાટ કોહલીના આઉટ થયા પછી પોતાને જીવતો સળગાવી દીધો હતો. જાણકારી પ્રમાણે આંબેડકર નગર નિવાસી બાબુલાલ બૈરવાએ શુક્રવારના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલ પહેલી ટેસ્ટ મેચ ટીવી પર જોઈ રહ્યાં હતાં. રમતના અંતિમ ક્ષણમાં વિરાટ કોહલી માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

કોહલીના આઉટ થવાથી બાબુલાલ એટલા દુખી થઈ ગયા હતાં કે તેમણે પોતાને કેરોસીન નાંખીને જીવતા બાળી નાંખ્યા હતાં. તેમની બૂમો સાંભળીને પત્ની અને અન્ય પરિવારજનોએ પાડોશીઓની મદદથી આગ બંધ કરી હતી. વિરાટના આ ફેનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો છે. ત્યાં ડોક્ટરોએ જણાવ્યું કે બાબુલાલનો ચહેરો અને હાથનો કેટલોક ભાગ બળી ગયો છે હાલ તેમની હાલત સ્થિર છે.



નોંધનીય છે કે બાબુલાલ 2015માં ડીઝલ શેડથી ગ્રેડ વન મેકેનિકના પદ પરથી નિવૃત થયા હતાં અને દારૂ પીવાની તેમને આદત છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Fan, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन