આ યુવા ક્રિકેટરે બીસીસીઆઈ સાથે કર્યો દગો, હવે બેવડી સજા મળી

News18 Gujarati
Updated: June 19, 2019, 11:34 PM IST
આ યુવા ક્રિકેટરે બીસીસીઆઈ સાથે કર્યો દગો, હવે બેવડી સજા મળી
સલામ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો

સલામ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો

  • Share this:
બીસીસીઆઈએ ઉંમર છુવાવવાના આરોપમાં યુવા ફાસ્ટ બોલર રસિખ સલામને ભારતની અંડર-19 ટીમમાંથી બહાર કરી દીધો છે. તેની ઉપક બે વર્ષનો પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડમાં 21 જુલાઇથી શરુ થનારી ત્રિકોણીય વન-ડે શ્રેણી માટે તેના સ્થાને પ્રભાત મોર્યનો ટીમમાં સમાવેશ કરાયો છે. ટીમની કેપ્ટનશિપ પ્રિયમ ગર્ગ પાસે છે.

સલામ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. તેને ઝહીર ખાને કેપ આપી હતી. તે સમયે તેની ઉંમર 17 વર્ષ 353 દિવસ હતી અને તે મુંબઈ તરફથી સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનાર ક્રિકેટર હતો.

બીસીસીઆઈ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે બીસીસીઆઈએ રસિખ સલામ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. કારણ કે તેણે બીસીસીઆઈને ઉંમરનું ખોટું પ્રમાણપત્ર આપ્યું હતું. ટીમ 15 જુલાઈએ ઇંગ્લેન્ડ રવાના થશે.
First published: June 19, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading