Home /News /sport /

પિતાનું નિધન થયું હોવા છતા મેદાનમાં ઊતરશે રાશિદ ખાન, હાલ નહીં જાય ઘરે

પિતાનું નિધન થયું હોવા છતા મેદાનમાં ઊતરશે રાશિદ ખાન, હાલ નહીં જાય ઘરે

અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનના પિતાએ રવિવારે દુનિયામાંથી અલવિદા કહી દીધું

દુનિયા છોડી ચુકેલા પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તે સોમવારે સિડની થંડર્સ સામેની મેચમાં મેદાનમાં ઉતરવા માંગે છે

    બિગ બેશ લીગમાં ધમાલ મચાવી રહેલા અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનના પિતાએ રવિવારે દુનિયામાંથી અલવિદા કહી દીધું છે. જોકે રાશિદ અંતિમ વખત પોતાના પિતાને જોવા માટે હાલ ઘરે પાછો ફરી રહ્યો નથી. બિગ બેશ લીગમાં તેની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સે પૃષ્ટિ કરતા કહ્યું હતું કે કે દુનિયા છોડી ચુકેલા પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તે સોમવારે સિડની થંડર્સ સામેની મેચમાં મેદાનમાં ઉતરવા માંગે છે. આ કારણે તેણે એડિલેડમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. લીગમાં સંઘર્ષ કરી રહેલ એડિલેડ સ્ટ્રાઇકર્સે રાશિદ અને તેના પરિવાર માટે સહાનુભુતિ વ્યક્ત કરી હતી.

    આ પહેલા રાશિદે ભાવુક બનીને સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે મેં મારા જીવનમાંથી સૌથી મોટો વ્યક્તિને આજે ગુમાવી દીધા છે. તે છે મારા પિતા. હવે મને સમજણ પડી છે કે તે કેમ મને કહ્યા કરતા હતા કે હિમ્મત રાખો. કારણ કે આજે આજે તેમના વગર એકલો રહી ગયો છું.





    રાશિદે બીગ બેશ લીગમાં બેટ અને બોલિંગ બંન્નેમાં ઉપયોગી પ્રદર્શન કર્યું છે. ગત મેચમાં 21 રનની ઇનિંગ્સ રમી હતી. આવા સમયે જો તે ટીમને છોડીને જાય તો એડિલેડ સ્ટ્રાઇકર્સને મોટો ફટકો પડી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Big Bash League, Rashid khan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन