અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન પોતાની ફિરકી ઉપર બેટ્સમેનોને ચકમો આપવા માટે ઓળખાય છે પણ યૂએઈમાં ચાલી રહેલી ટી10 લીગમાં આ ખેલાડી પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે. ટી-10 લીગમાં મરાઠા અરેબિયંસ માટે રમતા રાશિદ ખાને પખ્તુંસના ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાનની બોલ પર લાંબી સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે આ સિક્સર તેણે ધોની જેવો હેલિકોપ્ટર શોટ રમીને ફટકારી હતી.
રાશિદ ખાનનો આ શોટ જોઈને વીરેન્દ્ર સેહવાગ પણ તાળીઓ પાડવા મજબૂર બન્યો હતો. કોમેન્ટેટરે આ શોટને ટી-10 લીગનો બેસ્ટ શોટ ગણાવ્યો હતો. રાશિદ ખાને આ હેલિકોપ્ટર શોટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
રાશિદ ખાને આ વીડિયોને ધોનીને પણ ટેગ કર્યો છે અને લખ્યું છે કે હેલિકોપ્ટર શોટની શોધ કરનાર માહી ભાઈ. રાશિદ ખાનના આ વીડિયોને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયો લગભગ દોઢ લાખ વખત જોવાય ચૂક્યો છે.